________________
૧૧૬
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૪૫-૪૬ આનાથી એ પ્રાપ્ત થાય છે કે, યોગી ગુણની નિષ્પત્તિ માટે ચિત્તને સ્થિર કરવા માટે પ્રયત્ન કરે તેના આલંબનરૂપ વિશિષ્ટલિંગ પાંચ મહાભૂતો છે તે સ્થૂલ છે તેથી તે પાંચ મહાભૂતો પૂલ આલંબનરૂપે જેમાં પ્રાપ્ત થાય તે સવિતર્ક અને નિર્વિતર્ક સમાપત્તિ છે અને તેના કરતાં અવિશિષ્ટ લિંગરૂપ તન્માત્રા અને ઇન્દ્રિય છે તે સૂક્ષ્મ છે તેથી તે તન્માત્રા અને ઇંદ્રિય સૂક્ષ્મ આલંબનરૂપે જેમાં પ્રાપ્ત થાય તે સવિચાર અને નિર્વિચાર સમાપ્તિ છે અને તેના કરતાં લિંગમાત્રરૂપ બુદ્ધિ છે તે સૂક્ષ્મ છે, તેથી તન્માત્રા અને ઇંદ્રિયના આલંબનથી સમાપત્તિમાં યત્ન કર્યા પછી તે બુદ્ધિરૂપ સૂક્ષ્મવિષયને ગ્રહણ કરીને યોગી સમાપત્તિમાં યત્ન કરે છે અને તેના કરતાં પ્રધાનરૂપ=પ્રકૃતિરૂપ, અલિંગ છે તે સૂક્ષ્મ છે, તેથી બુદ્ધિના આલંબનથી સમાપત્તિમાં યત્ન કર્યા પછી તે પ્રકૃતિરૂપ સૂક્ષ્મ વિષયને ગ્રહણ કરીને યોગી સમાપત્તિમાં યત્ન કરે છે, તેનાથી આગળ કોઈ સૂક્ષ્મ વિષય નથી. ll૧-૪પા અવતરણિકા:
एतासां समापत्तीनां प्रकृते प्रयोजनमाह - અવતરણિકાર્ય :
આ સમાપત્તિઓનું પાતંજલયોગસૂત્ર ૧-૪૨/૪૩/૪૪માં સવિતર્ક, નિવિતર્ક, સવિચાર અને નિવિચાર એમ ચાર પ્રકારની સમાપત્તિ બતાવી પ્રકૃત એવી સંપ્રજ્ઞાતસમાધિમાં એ સમાપત્તિઓનું પ્રયોજનને કહે છે – સૂત્ર :
તા પ્રવ વીન: સમાધિ: ૨-૪દ્દા સૂત્રાર્થ :
તે જ પાતંજલયોગસૂત્ર ૧-૪૨/૪૩/૪૪માં બતાવેલી ચાર પ્રકારની સમાપત્તિઓ જ સબીજ સમાધિ છે=સંપ્રજ્ઞાતસમાધિ છે. ll૧-૪૬ll ટીકા :
"ता इति'-ता एवोक्तलक्षणाः समापत्तयः सह बीजेनाऽऽलम्बनेन वर्तत इति सबीजः सम्प्रज्ञातः समाधिरित्युच्यते, सर्वासां सालम्बनत्वात् ॥१-४६॥ ટીકાર્થ :
તા પુર્વ ..... સવિનત્વત્િ છે તે પાતંજલયોગસૂત્ર ૧-૪૨/૪૩/૪૪માં કહેવાયેલ સ્વરૂપવાળી સવિતર્ક, નિવિતર્ક, સવિચાર અને નિર્વિચાર સમાપત્તિઓ, બીજથી સહિત આલંબનથી સહિત વર્તે છે, એથી સબીજ છે અર્થાત્ સંપ્રજ્ઞાતસમાધિ એ પ્રમાણે કહેવાય છે; કેમ કે સર્વેનું ચારે સમાપત્તિઓનું, આલંબન સહિતપણું છે. ll૧-૪૬ll