________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૪૬ | સૂત્ર-૪૬ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
૧૧
ભાવાર્થ :
સબીજસંપ્રજ્ઞાતસમાધિનું સ્વરૂપ
પાતંજલયોગસૂત્ર ૧-૪૨ ૪૩/૪૪માં બતાવેલ સવિતર્ક, નિર્વિતર્ક, સવિચાર અને નિર્વિચાર એ ચાર પ્રકારની સમાપત્તિ બાહ્ય આલંબનને ગ્રહણ કરીને યોગી પ્રાપ્ત કરે છે, તેથી તેને સબીજ સમાધિ કહેવામાં આવે છે અને આ સબીજ સમાધિ એ જ સંપ્રજ્ઞાતસમાધિ છે. વિશેષાર્થ :
સવિતર્કસમાપત્તિમાં યોગી શબ્દ, અર્થ અને જ્ઞાનથી સંકીર્ણ ઉપયોગ રાખીને યત્ન કરે છે અથવા શબ્દ અને અર્થના વિકલ્પ અને જ્ઞાનથી સંકીર્ણ ઉપયોગ રાખીને યત્ન કરે છે તે વખતે તે યોગી પાંચમહાભૂતોને અવલંબીને યત્ન કરે છે, તેથી સવિતર્કસમાપત્તિનો પાંચ મહાભૂતરૂપ સ્થૂલ વિષય છે, માટે સવિતર્કસમાપત્તિ પાંચ મહાભૂતના આલંબનથી પ્રવર્તે છે માટે સબીજસમાપત્તિ છે અને સવિતર્કસમાપત્તિમાંથી જ નિર્વિતર્ક સમાપત્તિ પ્રગટે છે તે વખતે સ્વરૂપશુન્ય જેવા પાંચમહાભૂતરૂપ અર્થમાત્રનો નિર્માણ થાય છે તેથી નિર્વિતર્કસમાપત્તિમાં પણ પાંચ મહાભૂત આલંબનરૂપ હોવાથી તે પણ સબીજસમાધિ છે. ત્યારપછી યોગી સવિચાર અને નિર્વિચાર સમાપત્તિમાં યત્ન કરે છે ત્યારે સૂક્ષ્મવિષયરૂપ પાંચ તન્માત્રા અને ઇન્દ્રિયને આલંબન કરીને અર્થાત્ ગ્રહણ કરીને પ્રવર્તે છે, ત્યારપછી તેનાથી સૂક્ષ્મવિષયરૂપ બુદ્ધિને ગ્રહણ કરીને પ્રવર્તે છે, ત્યારપછી તેનાથી સૂક્ષ્મવિષયરૂપ પ્રકૃતિને ગ્રહણ કરીને પ્રવર્તે છે અને તેને આલંબન કરીને અર્થાત્ ગ્રહણ કરીને પ્રવર્તતી સવિચાર અને નિર્વિચારસમાપત્તિ હોવાથી તે બંને સમાપત્તિ પણ સબીજ સમાધિ છે. આ પ્રમાણે પાતંજલદર્શનકારની માન્યતા છે. I૧-૪દા પાતંજલ યોગસૂત્ર ૧-૪૬ ઉપર પૂજ્ય ઉપાધ્યાય ચશોવિજયજી મહારાજની ટિપ્પણરૂપ વ્યાખ્યા : __[य.] व्याख्या-पर्यायोपरक्तानुपरक्तस्थूलसूक्ष्मद्रव्यभावनारूपाणामेतासां शुक्लध्यानजीवानुभूतानां चित्तैकाग्र्यकारिणीनामुपशान्तमोहापेक्षया सबीजत्वं, क्षीणमोहापेक्षया तु निर्बीजत्वमपि स्यात्, इति त्वार्हतसिद्धान्तरहस्यम् ॥ અર્થ :
પર્યાયપર રીમ્ I શુક્લધ્યાનવાળા જીવથી અનુભૂત-અનુભવાયેલી, ચિત્તની એકાગ્રતાને કરનારી એવી પર્યાયથી ઉપરક્ત અને અનુપરક્ત એવા સ્થૂલદ્રવ્યની અને સૂક્ષ્મદ્રવ્યની ભાવનારૂપ આમનું=સવિતર્ક, નિવિતર્ક, સવિચાર અને નિવિચાર સમાપત્તિઓનું, વળી ઉપશાંતમોહની અપેક્ષાએ સબીજાપણું અને ક્ષીણમોહની અપેક્ષાએ નિર્બેજપણે પણ થાય, એ પ્રકારે વળી અહંતસિદ્ધાંતનું રહસ્ય છે સર્વજ્ઞના સિદ્ધાંતનું રહસ્ય છે.