________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૪૦
૧૧૯
ટીકા : ___ 'निर्विचारेति'-निर्विचारत्वं व्याख्यातम्, वैशारद्यं-नैर्मल्यम्, सवितर्का स्थूलविषयामपेक्ष्य निर्वितर्कायाः प्राधान्यम्, ततोऽपि सूक्ष्मविषयायाः सविचारायाः, ततोऽपि निर्विकल्परूपाया निर्विचारायाः, तस्यास्तु निर्विचारायाः प्रकृष्टाभ्यासवशाद्वैशारद्ये नैर्मल्ये सत्यध्यात्मप्रसादः समुपजायते, चित्तं क्लेशवासनारहितं स्थितिप्रवाहयोग्यं भवति, एतदेव चित्तस्य वैशारद्यं यस्थितौ दायम् ॥१-४७॥ ટીકાર્ય :
નિર્વીરત્વમ્ ..... ટાઢર્યમ્ II નિર્વિચારવૈશારદ્યમાં રહેલું નિર્વિચારપણું પાતંજલ યોગસૂત્ર ૧-૪૪માં વ્યાખ્યાત કરાયું કહેવાયું. વૈશારદ્ય નિર્મળપણું.
સ્થૂલવિષયવાળી એવી સવિતર્કસમાપત્તિની અપેક્ષાએ નિર્વિતર્કસમાપત્તિની પ્રધાનતા છે અર્થાત્ અધિક મહત્ત્વ છે, તેનાથી પણ નિર્વિતર્ક સમાપત્તિથી પણ, સૂક્ષ્મ વિષયવાણી સવિચારસમાપત્તિની પ્રધાનતા છે અર્થાત્ અધિક મહત્ત્વ છે. તેનાથી પણ=સવિચારસમાપત્તિથી પણ, નિર્વિલ્પરૂપ નિર્વિચારસમાપત્તિની પ્રધાનતા છે અર્થાત્ અધિક મહત્ત્વ છે.
વળી તેના નિર્વિચારસમાપત્તિના પ્રકૃષ્ટ અભ્યાસના વશથી વિશારદપણું થયે છતે નિર્મળપણું થયે છતે, અધ્યાત્મનો પ્રસાદ થાય છે-ક્લેશવાસનાથી રહિત સ્થિતિપ્રવાહયોગ્ય ચિત્ત થાય છે. અર્થાત્ આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરે તેવા પ્રવાહયોગ્ય ચિત્ત થાય છે. એ જ ચિત્તનું વિશારદપણું જે સ્થિતિમાં દઢતા છે અર્થાત્ આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરી શકે તેવું દૃઢપણું છે. ||૧-૪થી .
ભાવાર્થ : નિર્વિચારસમાપત્તિની નિર્મળતામાં અધ્યાત્મપ્રસાદની પ્રાપ્તિ ઃ
પાતંજલદર્શનકારના મત પ્રમાણે યોગી પ્રથમ ભૂમિકામાં સવિતર્કસમાપત્તિમાં યત્ન કરે છે, તેનાથી સંપન્ન થયા પછી નિર્વિતર્કસમાપત્તિમાં યત્ન કરે છે તેનાથી સંપન્ન થયા પછી નિર્વિતર્કસમાપત્તિમાં યત્ન કરે છે. તે વખતે યોગીના ચિત્તમાં વિશેષ પ્રકારની સ્થિરતા પ્રાપ્ત થાય છે અને નિર્વિતર્કસમાપત્તિથી સંપન્ન થયા પછી સૂક્ષ્મવિષયવાળી સવિચારસમાપત્તિમાં યત્ન કરે છે, તેનાથી નિર્વિતર્ક કરતા પણ અધિક ધૈર્ય પ્રગટે છે ત્યારપછી નિર્વિકલ્પરૂપ નિર્વિચારસમાપત્તિમાં યત્ન કરે છે, તેનાથી સવિચારસમાપત્તિ કરતાં પણ અધિક ધૈર્ય પ્રગટ છે અને નિર્વિચારસમાપત્તિનો પ્રકૃષ્ટ અભ્યાસ થાય ત્યારે નિર્વિચારસમાપત્તિમાં પણ વિશેષ પ્રકારની નિર્મળતા પ્રગટે છે, તેનાથી અધ્યાત્મનો પ્રસાદ ઉત્પન્ન થાય છે અર્થાત્ યોગીનું ચિત્ત ક્લેશવાસનાથી રહિત બને છે અને આત્મા પોતાની સ્થિતિમાં રહે તેવા પ્રવાહયોગ્ય બને છે, તે અધ્યાત્મનો પ્રસાદ છે. I૧-૪oll