________________
૧૨૬
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૫૧ સૂત્રાર્થ :
તેના પણ નિરોધમાં=સંપ્રજ્ઞાતસમાધિની ચરમભૂમિકારૂપ ઋતંભરાપ્રજ્ઞાના પણ નિરોધમાં, સર્વનિરોધ થવાથી=સર્વચિત્તની વૃત્તિઓનો નિરોધ થવાથી, નિર્બેજસમાધિ થાય છે. II૧-૫૧II
ટીકા :
'तस्यापीति'-तस्यापि सम्प्रज्ञातस्य, निरोधे प्रविलये सति, सर्वासां चित्तवृत्तीनां स्वकारणे प्रविलयाद्या या संस्कारमात्राद् वृत्तिरुदेति तस्यास्तस्या नेति नेतीति केवलं पर्युदसनान्निर्बीजः समाधिराविर्भवति, यस्मिन् सति पुरुषः स्वरूपनिष्ठः शुद्धो भवति ॥१-५१॥ ટીકાઈ:
તસ્થાપિ ... મતિ . તેનો પણ-સંપ્રજ્ઞાતસમાધિનો પણ, નિરોધ થયે છતે સંપ્રજ્ઞાતસમાધિનો પ્રવિલય થયે છત, સર્વ ચિત્તવૃત્તિઓનો સ્વકારણમાં પોતાના કારણમાં, પ્રવિલય થવાના કારણે જે જે વૃત્તિઓ સંસ્કારમાત્રથી ઉદય પામે છે, તે તે વૃત્તિઓનો નેતિ નેતિ નથી એ પ્રમાણે નથી એ પ્રમાણે કેવલ પર્યદમન થવાથી સર્વથા નિરોધ થવાથી, નિર્બેજસમાધિ આવિર્ભાવ પામે છે, જે હોતે છતે નિર્બીજ સમાધિ હોતે છતે, પુરુષ સ્વરૂપનિષ્ઠ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત, શુદ્ધ થાય છે. II૧-૫૧ll
ભાવાર્થ :
સંપ્રજ્ઞાતસમાધિના નિરોધમાં સર્વ ચિત્તવૃત્તિઓનો નિરોધ થવાને કારણે નિર્વીજસમાધિની પ્રાપ્તિ
પાતંજલયોગસૂત્ર ૧-૪૮માં સંપ્રજ્ઞાતસમાધિની ચરમભૂમિકારૂપ ઋતંભરા પ્રજ્ઞા પ્રગટે છે તેમ બતાવ્યું અને આ ઋતંભરા પ્રજ્ઞા શ્રુત અને અનુમાન કરતાં વિશેષવિષયવાળી છે તેમ પાતંજલ યોગસૂત્ર ૧-૪૯માં બતાવ્યું. ત્યારપછી ઋતંભરા પ્રજ્ઞાથી થયેલા સંસ્કારો અન્ય સર્વ સંસ્કારોનો પ્રતિબંધ કરે છે તે બતાવ્યું. હવે ઋતંભરા પ્રજ્ઞારૂપ સંપ્રજ્ઞાતસમાધિનો નિરોધ થાય ત્યારે શું થાય છે તે સ્પષ્ટ કરતાં કહે છે –
જયારે યોગી ઋતંભરાપ્રજ્ઞાનો નિરોધ કરે છે ત્યારે સર્વચિત્તવૃત્તિઓનો નિરોધ થાય છે અર્થાત્ સર્વચિત્તવૃત્તિઓ પોતાના કારણરૂપ ચિત્તમાં પ્રવિલય પામે છે, તેથી જે જે વૃત્તિઓ સંસ્કારમાત્રથી ઉદય પામે છે તે તે વૃત્તિઓને આ નથી, આ નથી એ પ્રમાણે યોગી કેવલ પર્યદાસ ત્યાગ કરે છે અને તેના કારણે યોગીને નિર્બસમાધિ પ્રગટે છે. જે સમાધિ હોતે છતે અર્થાત્ નિબજસમાધિ હોતે છતે પુરુષ સ્વરૂપનિષ્ઠ શુદ્ધ બને છે–પુરુષ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત બને છે. વિશેષાર્થ :
નેતિ નેતિ–નથી, નથી એ પ્રમાણે કેવલ સંસ્કારશેષનો પથુદાસ ત્યાગ કરાય છે ત્યાં સુધી