________________
૧૧૪
સૂત્ર :
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર-૪૫
सूक्ष्मविषयं चालिङ्गपर्यवसानम् ॥१-४५॥
સૂત્રાર્થ :
અને સૂક્ષ્મ વિષય=સવિચાર અને નિર્વિચારસમાધિનો સૂક્ષ્મ વિષય, અલિંગપર્યવસાન= અલિંગ પર્યંત છે. ૧-૪૫॥
ટીકા :
'सूक्ष्मेति'- सविचारनिर्विचारयोः समापत्योर्यत् सूक्ष्मविषयत्वमुक्तं तदलिङ्गपर्यवसानम्, न क्वचिल्लीयते न वा किञ्चिल्लिङ्गति गमयतीत्यलिङ्गं प्रधानं तत्पर्यन्तं सूक्ष्मविषयत्वम् । तथाहि - गुणानां परिणामे चत्वारि पर्वाणि विशिष्टलिङ्गमविशिष्टलिङ्गं लिङ्गमात्रमलिङ्गं चेति । विशिष्टलिङ्गं भूतानि, अविशिष्टलिङ्गं तन्मात्रेन्द्रियाणि, लिङ्गमात्रं बुद्धिः, अलिङ्गं प्रधानमिति । नातः परं सूक्ष्ममस्तीत्युक्तं भवति ॥१-४५ ॥
ટીકાર્ય :
વિચાર ..... મતિ । સવિચાર અને નિવિચારસમાપત્તિનું જે સૂક્ષ્મ વિષણપણું પાતંજલયોગસૂત્ર ૧-૪૪માં હેવાયું તે અલિંગપર્યવસાન-પર્યંત છે.
અલિંગ શબ્દનો અર્થ સ્પષ્ટ કરે છે –
ક્યાંય લીન થતું નથી અથવા કોઈને ણાવતું નથી એ અલિંગ=પ્રધાન, તત્પર્યંત=ત્યાં સુધી અર્થાત્ પ્રધાન સુધી સૂક્ષ્મવિષયપણું છે.
-
તે આ પ્રમાણે – ગુણોના પરિણામના ચાર પર્વો છે-ચાર સ્થાનો છે – (૧) વિશિષ્ટ લિંગ, (૨) અવિશિષ્ટ લિંગ, (૩) લિંગમાત્ર અને (૪) અલિંગ.
કૃતિ શબ્દ ચાર સ્થાનના ક્શનની સમાપ્તિ સૂચક છે.
(૧) વિશિષ્ટલિંગ પાંચ ભૂતો છે,
(૨) અવિશિષ્ટ લિંગ તન્માત્રો અને ઇન્દ્રિયો છે,
(૩) લિંગમાત્ર બુદ્ધિ છે અને
(૪) અલિંગ પ્રધાન છે=પ્રકૃતિ છે.
આનાથી પર=પ્રધાનથી અર્થાત્ પ્રકૃતિથી પર, સૂક્ષ્મ નથી એ પ્રમાણે હેવાયેલું થાય છે અર્થાત્ અલિંગપર્યંત સૂક્ષ્મ વિષય છે એનાથી વ્હેવાયેલું થાય છે. II૧-૪૫