________________
૧૧૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ / સૂત્ર-૪૨-૪૩-૪૪
ભાવાર્થ :
પાતંજલમતાનુસાર ચાર પ્રકારની સમાપત્તિનું સ્વરૂપ :
(૧) સવિતર્કસમાપત્તિ :
શબ્દના, અર્થના અને જ્ઞાનના સંકીર્ણથી=મિશ્રપણાથી અથવા શબ્દ અને અર્થના વિકલ્પ અને જ્ઞાનના સંકીર્ણથી=મિશ્રપણાથી સવિતર્કસમાપત્તિ થાય છે.
જેમ-ચૈત્યવંદન સૂત્રકાળમાં કોઈ મહાત્મા ચૈત્યવંદનના સૂત્રના દરેક શબ્દોના ઉચ્ચાર દ્વારા તે સૂત્રથી વાચ્ય અર્થની ઉપસ્થિતિ કરી શકે તો તે ‘નમુન્થુણં’ સૂત્ર, ‘નમુન્થુણં' સૂત્રના પદોથી વાચ્ય અર્થ અને તે અર્થની ઉપસ્થિતિથી થતું અર્થનું જ્ઞાન તે ત્રણેય પૃથભૂત ભાસે ત્યારે સંકીર્ણ નથી પરંતુ જ્યારે અત્યંત એકાગ્રતાપૂર્વક તે મહાત્મા સૂત્ર અને અર્થના પારાયણમાં યત્ન કરે તે વખતે તે ‘નમુન્થુણં’ સૂત્રના દરેક પદોથી વાચ્ય અર્થની ઉપસ્થિતિ અને તેના દ્વારા પોતાને ઉપસ્થિત થતું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પરસ્પર સંકીર્ણ ભાસે ત્યારે=એકાકારરૂપે ભાસે ત્યારે, સવિતર્કસમાપત્તિ થાય છે અર્થાત્ શ્રુતના વિકલ્પોથી તે સમાપત્તિ થાય છે.
વળી કોઈ મહાત્મા ભગવાનની પ્રતિમા જોઈને ભગવાનની કર્મકાયઅવસ્થા ઉપસ્થિત કરે તે વખતે કર્મકાયઅવસ્થાને કહેનારા શબ્દોથી ઉપસ્થિત થતી કર્મકાયઅવસ્થા સાક્ષાત્ પ્રતિમામાં નથી તેથી તે અર્થ વિકલ્પથી ઉપસ્થિત થાય છે માટે શબ્દ અને અર્થનો વિકલ્પ અને અર્થના વિકલ્પથી થતું જ્ઞાન સંકીર્ણ=એકાકારરૂપે ભાસે ત્યારે સવિતર્કસમાપતિ થાય છે.
(૨) નિર્વિતર્કસમાપત્તિ :
શબ્દ અને અર્થની ઉપસ્થિતિપૂર્વક થતા બોધનો નાશ થાય ત્યારે ગ્રાહ્ય આકારનો પ્રતિભાસ શબ્દ અને અર્થથી નિરપેક્ષ થતો હોવાના કારણે સ્વરૂપશૂન્યની જેમ અર્થમાત્રનો નિર્વ્યાસ, નિર્વિતર્કસમાપત્તિમાં થાય છે.
જેમ-પૂર્વમાં કહ્યું તે પ્રકારે નમ્રુત્યુ સૂત્રના ઉપયોગ દ્વારા અર્થની ઉપસ્થિતિ કરીને સવિતર્કસમાપત્તિવાળા તે મહાત્મા શબ્દ દ્વારા અર્થની ઉપસ્થિતિ કરવાનું બંધ કરે આમ છતાં તે અર્થ દ્વારા વાચ્યસ્વરૂપ સ્પષ્ટ ગ્રાહ્યાકારરૂપે પ્રતિભાસ થાય ત્યારે તે મહાત્માના ઉપયોગમાં જ્ઞાનાંશ ગૌણ બને છે અને જ્ઞેયાંશ મુખ્ય બને છે, તેથી સ્વરૂપ શુન્ય જેવી નિર્વિતર્કસમાપત્તિ વર્તે છે અર્થાત્ જ્ઞાનનું સ્વરૂપ જાણે શૂન્ય ન હોય તેવી અને જ્ઞેય પદાર્થના સ્વરૂપને સ્પર્શનારી નિર્વિતર્ક સમાપત્તિ થાય છે.
પાતંજલમતાનુસાર સવિતર્ક અને નિર્વિતર્કસમાપત્તિમાં સ્કૂલમહાભૂતાદિ વિષયને ગ્રહણ કરીને યોગીઓનું ચિત્ત પ્રવર્તે છે.
(૩) સવિચારસમાપત્તિ :
દેશ, કાળ અને ધર્માદિથી અવચ્છિન્ન-યુક્ત અર્થાત્ દેશ, કાળ અને ધર્માદિથી સંબદ્ધ=સહિત,