________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ / સૂત્ર-૪૨-૪૩-૪૪, ૪૫
સૂક્ષ્મ અર્થ જેમાં પ્રતિભાસ થાય છે તે સવિચારસમાપત્તિ છે.
જેમ-ચૈત્યવંદન ક્રિયાકાળમાં તે મહાત્મા જ્યારે ‘નમુન્થુણં’ સૂત્રના સૂક્ષ્મ અર્થને ગ્રહણ કરીને ચિત્તને સ્થિર કરવા પ્રયત્ન કરે અને તે સૂક્ષ્મ અર્થનું ચિંતવન દેશ, કાળ અને ધર્મથી અવચ્છિન્ન કરે ત્યારે સવિચારસમાપત્તિ થાય છે.
(૪) નિર્વિચારસમાપત્તિ :
દેશ, કાળ અને ધર્માદિથી રહિત ધર્મમાત્રપણાથી સૂક્ષ્મ અર્થ જેમાં પ્રતિભાસ થાય છે તે નિર્વિચારસમાપત્તિ છે.
જેમ-ચૈત્યવંદન ક્રિયાકાળમાં તે મહાત્મા જ્યારે નમુન્થુણં સૂત્રના સૂક્ષ્મ અર્થને ગ્રહણ કરીને ચિત્તને સ્થિર કરવા પ્રયત્ન કરે અને તે સૂક્ષ્મ અર્થનું ચિંતવન દેશ, કાળ અને ધર્મથી અનવચ્છિન્ન કરે ત્યારે નિર્વિચારસમાપત્તિ થાય છે.
પાતંજલમતાનુસાર સવિચાર અને નિર્વિચારસમાપત્તિમાં સૂક્ષ્મ તન્માત્રા અને ઇન્દ્રિયરૂપ વિષયને ગ્રહણ કરીને યોગીઓનું ચિત્ત પ્રવર્તે છે.
જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે આ ચારે સમાપત્તિ મુખ્યરૂપે ક્ષપકશ્રેણિમાં હોય છે તેની પૂર્વે અભ્યાસસ્વરૂપ હોય છે.
સારાંશ :
પાતંજલમતાનુસાર ચાર પ્રકારની સમાપત્તિનું સ્વરૂપ :
૧૧૩
(૧) સવિતર્કસમાપ્તિ (૨) નિવિર્તકસમાપ્તિ
(૩) સવિચારસમાપ્તિ
(૪) નિર્વિચારસમાપ્તિ
→
શબ્દ, અર્થ, જ્ઞાન અને વિકલ્પથી સહિત, સ્થૂલવિષયવાળી. → શબ્દ, અર્થથી રહિત સ્વરૂપશૂન્યની જેમ અર્થમાત્રનો નિર્વ્યાસ, સ્થૂલવિષયવાળી.
→
દેશ, કાળ અને ધર્માદિથી સહિત, સૂક્ષ્મવિષયવાળી.
→ દેશ, કાળ અને ધર્માદિથી રહિત, સૂક્ષ્મવિષયવાળી. ||૧-૪૨/૪૩/૪૪||
અવતરણિકા :
अस्या एव सूक्ष्मविषयायाः किम्पर्यन्तः सूक्ष्मविषय इत्याह
અવતરણિકાર્ય :
-
સૂક્ષ્મવિષયવાળી આનું પાતંજ્વયોગસૂત્ર ૧-૪૪માં કહેલ સવિચાર અને નિવિચારસમાપત્તિનો જ, સૂક્ષ્મ વિષય ક્યાં સુધી છે ? એને ક્યે છે