________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર-૪૨-૪૩-૪૪
જેમાં
આ શબ્દાદિ પરસ્પર અધ્યાસથી પ્રતિભાસ થાય છે=ૌ: એ પ્રકારનો અર્થ, નૌ: એ પ્રકારનું જ્ઞાન, એ પ્રકારે આ આકારથી પરસ્પર અધ્યાસથી પ્રતિભાસ થાય છે, તે સવિતર્કસમાપત્તિ છે. II૧-૪૨॥
૧૧૦
અવતરણિકા :
उक्तलक्षणविपरीतां निर्वितर्कामाह
અવતરણિકાર્ય :
ઉક્તલક્ષણથી વિપરીત=પાતંજલયોગસૂત્ર ૧-૪૨માં વ્હેલ સવિતર્કસમાપત્તિના લક્ષણથી વિપરીત, નિવિતર્ક સમાપત્તિ કહે છે –
સૂત્રઃ
स्मृतिपरिशुद्ध स्वरूपशून्येवार्थमात्रनिर्भासा निर्वितर्का ॥१-४३ ॥
સૂત્રાર્થ :
સ્મૃતિની પરિશુદ્ધિ થયે છતે=શબ્દ-અર્થની સ્મૃતિનો લોપ થયે છતે, સ્વરૂપશૂન્યની જેમ અર્થમાત્રનો નિર્માસ નિર્વિતર્ક સમાપ્તિ છે. ||૧-૪૩
ટીકા ઃ
‘स्मृतीति’-शब्दार्थस्मृतिप्रविलये सति प्रत्युदितस्पष्टग्राह्याकारप्रतिभासितया न्यग्भूतज्ञानांशत्वेन स्वरूपशून्येव निर्वितर्का समापत्तिः ॥१-४३॥
ટીકાર્ય :
शब्दार्थ સમપત્તિ: II શબ્દાર્થની સ્મૃતિનો પ્રવિલય થયે છતે અર્થાત્ શબ્દ અને અર્થની ઉપસ્થિતિપૂર્વક થતા બોધનો નાશ થયે છતે, પ્રત્યુદિત સ્પષ્ટ ગ્રાહ્યાકાર પ્રતિભાસિપણાના કારણે=આત્મામાં શબ્દ અને અર્થ દ્વારા જે ગ્રાહ્ય આકારની ઉપસ્થિતિ સવિતર્કસમાપત્તિમાં થતી હતી તે ગ્રાહ્ય આકારનો પ્રતિભાસ શબ્દ અને અર્થ નિરપેક્ષ થતો હોવાના કારણે, ત્યભૂત જ્ઞાનાંશપણું હોવાથી=જ્ઞાનાંશનું ગૌણપણું હોવાથી, સ્વરૂપશૂન્ય જેવી નિવિર્તકસમાપત્તિ છે. ||૧-૪૩
અવતરણિકા :
भेदान्तरं प्रतिपादयितुमाह
અવતરણિકાર્ય :
પાતંજ્વયોગસૂત્ર ૧-૪૨/૪૩ દ્વારા સવિતર્ક અને નિવિતર્કસમાપત્તિ ઠ્ઠી એના કરતાં ભેદાંતરને=અન્ય ભેદને, કહેવા માટે ક્યે છે –