________________
૧૦૮
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૪૧
ભાવાર્થ :
ચિત્તને સ્થિર કરવાના ઉપાયો વડે સંસ્કારિત બનેલા ચિત્તનું સ્વરૂપ :
પાતંજલયોગસૂત્ર ૧-૪૦માં કહ્યું કે, ચિત્તની સ્થિરતાથી ચિત્તનો વશીકાર પ્રાપ્ત થાય છે. હવે સ્થિરતાને પામેલું ચિત્ત કેવું હોય છે તે બતાવતાં કહે છે –
જેમ-નિર્મળ એવા સ્ફટિકની સામે જે રંગના પુષ્પાદિ મૂકવામાં આવે તે રંગવાળી વસ્તુરૂપ ઉપાધિના વશથી સ્ફટિક તે રૂપવાળું બને છે અર્થાત્ લાલવર્ણવાળી વસ્તુના વશથી સ્ફટિક લાલ દેખાય છે અને કાળી વસ્તુના વશથી સ્ફટિક કાળું દેખાય છે. એ રીતે યોગી જયારે ગ્રાહ્મવિષયમાં ચિત્તને એકાગ્ર કરે છે ત્યારે તે ગ્રાહ્ય પદાર્થમાં યોગીનું ચિત્ત એકાગ્ર થતું હોવાથી તસ્થ બને છે અર્થાત તે ગ્રાહ્યવસ્તુરૂપ બને છે અને ત્યારપછી ચિત્તમાં તરંજનતા પ્રાપ્ત થાય છે તે વસ્તુમય ચિત્ત બને છે અર્થાત્ ચિત્ત ગૌણ બને છે અને ભાવ્યમાન=ભાવન કરાતી, વસ્તુનો ઉત્કર્ષ થાય છે, તેથી સમાપત્તિ પૂર્વ જેમ ચિત્ત તે તે વિષયમાં પ્રવર્તતું દેખાતું હતું તેવું તે તે વિષયમાં પ્રવર્તતું ચિત્ત દેખાતું નથી પરંતુ ભાવ્યમાન વસ્તુના પરિણામરૂપ ચિત્ત દેખાય છે અર્થાત્ ચિત્ત સ્થિરતાવાળું હોવાથી ગૌણ દેખાય છે અને ભાવ્યમાન વિષયસ્વરૂપ જ ચિત્ત પ્રતીત થાય છે આ પ્રકારે યોગી પ્રથમ ભૂમિકામાં સ્કૂલ એવા ગ્રાહ્ય પદાર્થોમાં સમાપત્તિ કરે, તેનાથી સંપન્ન થાય ત્યારપછી ગ્રહણ એવા ઇન્દ્રિયોના વિષયમાં એકાગ્ર થવા યત્ન કરે ત્યારે યોગીનું ચિત્ત તસ્થ અને તરંજનતાવાળું બને છે તે વખતે ગ્રહણ સમાપત્તિ પ્રાપ્ત થાય છે અને જયારે તે યોગી અસ્મિતાના ઉપરાગથી ગ્રહીતુ એવા આત્મામાં ચિત્તને સ્થિર કરવા પ્રયત્ન કરે ત્યારે યોગીનું ચિત્ત તત્ત્વ અને તરંજનતાવાળું બને છે તે વખતે ગ્રહીતૃ સમાપ્તિ પ્રાપ્ત થાય છે.
પાતંજલદર્શનકાર કેવલ આત્માને ભાવ્યરૂપે સ્વીકારતા નથી, તેથી અસ્મિતાના ઉપરાગવાળા આત્માને ભાવ્ય સ્વીકારે છે; કેમ કે તેમના મતમાં પુરુષ ગ્રહીતુ છે, ગ્રાહ્ય નથી અને જ્યારે પુરુષ ગ્રાહ્ય ન હોય તો તે વિષયક અર્થાત્ પુરુષવિષયક સમાપત્તિ થઈ શકે નહીં, આમ છતાં અસ્મિતાના ઉપરાગવાળો પુરુષ ચિત્તથી ગ્રાહ્ય બને છે, તેથી અસ્મિતાના ઉપરાગથી યુક્ત એવા આત્માને ગ્રહણ કરીને પ્રવર્તતું ચિત્ત ગ્રહીતુ સમાપત્તિરૂપ બને છે. સારાંશ : નિર્મલ એવા ચિત્તની તે તે ભાવની વસ્તુના ઉપરાગથી તે તે રૂપની પ્રાપ્તિ તે
સમાપત્તિ
ગ્રાહ્ય સમાપત્તિ
ગ્રહણ સમાપત્તિ
ગ્રહીતુ સમાપત્તિ
તસ્થા
તદેજનતા
તસ્થા
તદેજનતા
તી
તદેજનતા