________________
; તેથી
૧૦૬
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૪૦-૪૧ (૨) સ્થૂલવિષયની ભાવના દ્વારા આકાશાદિ પરમમહતુ પર્યત, ચિત્તના અપ્રતિઘાતરૂપ વશીકાર :
યોગીઓ પૂર્વમાં બતાવેલા ઉપાયો દ્વારા જેમ સૂક્ષ્મ પદાર્થ ઉપર ચિત્તને સ્થિર કરવા પ્રયત્ન કરે છે અને ચિત્તના ધૈર્યનું ભાવન કરે છે તેમ સ્થૂલ આકાશાદિનું ભાવન કરે તો તેના કારણે કોઈ સ્થૂલ પદાર્થમાં તેમનું ચિત્ત રાગાદિની આકુળતારૂપ પ્રતિઘાતને પામતું નથી.
જેમ-સંસારી જીવોને ઇષ્ટ વિષયોના દર્શનમાં રાગકૃત પ્રતિઘાત થાય છે અને અનિષ્ટ વિષયોના દર્શનમાં દ્વેષકૃત પ્રતિઘાત થાય છે, આથી વિષ્ટાદિ પદાર્થોને જોઈને ચિત્તમાં જુગુપ્સાદિ ભાવો થાય છે તે પ્રકારનો કોઈ પદાર્થમાં ચિત્તનો ઉપઘાત યોગીને થતો નથી, તેથી ચિત્ત પોતાને વશ થાય છે, માટે વિષયોના ભાવોને ગ્રહણ કરીને યોગીનું ચિત્ત ક્લેશભાવને પામતું નથી. ll૧-૪૦માં અવતરણિકા :
एवमेभिरुपायैः संस्कृतस्य चेतसः कीदृग्रूपं भवतीत्यत आह - અવતરણિકાર્ય :
આ રીતે પાતંજલયોગસૂત્ર ૧-૪૦માં બતાવ્યું એ રીતે, આ ઉપાયો વડે પૂર્વમાં બતાવેલા ઉપાયો વડે, સંસ્કૃત એવું ચિત્ત સંસ્કારિત બનેલું એવું ચિત્ત, કેવા પ્રકારનું થાય છે એથી કહે છે અર્થાત્ કેવા પ્રકારનો ચિત્તનો વશીકાર થાય છે તે બતાવે છે – સૂત્ર :
क्षीणवृत्तेरभिजातस्येव मणेर्ग्रहीतृग्रहणग्राह्येषु तत्स्थतदञ्जनता समापत्तिः
સૂત્રાર્થ :
અભિજાત્ય મણિની જેમ ક્ષીણવૃત્તિવાળાની અર્થાત ક્ષીણવૃત્તિવાળા ચિત્તની ગ્રહીતૃ, ગ્રહણ અને ગ્રાહ્યમાં તત્ત્વ અને તરંજનદારૂપ સમાપતિ થાય છે. ll૧-૪ll ટીકા : ___ 'क्षीणवृत्तेरिति'-क्षीणा वृत्तयो यस्य तत्क्षीणवृत्ति, तस्य ग्रहीतृग्रहणग्राह्येषु आत्मेन्द्रियविषयेषु तत्स्थतदञ्जनता समापत्तिर्भवति, तत्स्थत्वं तत्रैकाग्रता, तदञ्जनता तन्मयत्वं-न्यग्भूते चित्ते विषयस्य भाव्यमानस्यैवोत्कर्षः, तथाविधा समापत्तिः तद्रूपः परिणामो भवतीत्यर्थः । दृष्टान्तमाह-अभिजातस्येव मणेर्यथाऽभिजातस्य निर्मलस्य स्फटिकमणेस्तत्तदुपाधिवशात्तत्तद्रूपापत्तिरेवं निर्मलस्य चित्तस्य तत्तद्भावनीयवस्तूपरागात्तत्तद्रूपापत्तिः, यद्यपि ग्रहीतृग्रहणग्राह्येषु इत्युक्तं, तथाऽपि भूमिकाक्रमवशाद् ग्राह्य-ग्रहण