________________
૧૦૪
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૩૯-૪૦
સૂત્રાર્થ :
અથવા યથાઅભિમતવસ્તુવિષયક ધ્યાનથી ચિત્ત સ્થિર થાય છે. ll૧-૩૯ll ટીકાઃ _ 'यथेत्यादि'-यथाभिमतवस्तुनि बाह्ये चन्द्रादावाभ्यन्तरे नाडीचक्रादौ वा भाव्यमाने વેત: સ્થિરમવતિ -રૂશા
ટીકાર્ય :
યથામતિ .... થિરીમતિ | યથા અભિમત બાહા ચંદ્રાદિ અથવા અત્યંતર નાડીચક્રાદિ ભાવ્યમાનભાવન કરાતા હોતે છતે, ચિત્ત સ્થિર થાય છે. ll૧-૩૯ll
ભાવાર્થ :
ચયા અભિમત ભાવન કરાતા બાહ્ય ચંદ્રાદિ કે અત્યંતર નાડીચક્રાદિ સ્થિરતાના કારણ :
યોગીઓ મોક્ષને અનુકૂળ નિર્લેપ ચિત્ત નિષ્પન્ન કરવાના અર્થી હોય છે, આમ છતાં દરેક જીવોની રુચિ જુદા જુદા પ્રકારની હોય છે, તેથી જેમ કોઈ યોગી વીતરાગવિષયક ચિત્તને કરીને ચિત્તની સ્થિરતા કરે છે, તો વળી કોઈ યોગી રવપ્ન જેવા ભોગો છે, એ પ્રકારે ચિંતવન કરીને ચિત્તની સ્થિરતા કરે છે, તો વળી કોઈ યોગી પોતાની રુચિ અનુસાર બાહ્ય એવા ચંદ્રાદિ વસ્તુનું આલંબન કરીને તેના સ્વરૂપનું ભાવન કરે તો અન્ય વિષયોથી ચિત્ત પર થઈ જાય અને ભાવ્યમાન એવા=ભાવન કરાતા એવા ચંદ્રાદિવિષયક સ્થિરતાવાળું ચિત્ત બને છે.
વળી કોઈ યોગી પોતાના દેહમાં વર્તતા નાડીચક્રાદિમાં ચિત્તને સ્થિર કરવા માટે પ્રયત્ન કરે તો ભાવ્યમાન=ભાવન કરાતા એવા, નાડીચક્રાદિમાં ચિત્ત સ્થિર થાય છે, તેથી પણ યોગીઓનું ચિત્ત વિષયો તરફ જઈને વિકારો કરવાની વૃત્તિવાળું જે પૂર્વમાં હતું તે સ્થિરતાને કારણે શાંત થાય છે.
અહીં વિશેષ એ છે કે યોગની નિષ્પત્તિને લક્ષ કરીને કેવલ બાહ્ય કે અભ્યતર પદાર્થોમાં યત્ન કરવામાં આવે તો ચિત્તની સ્થિરતા થાય છે. અન્યથા રાગના વિષયભૂત કોઈ પદાર્થમાં ચિત્તને સ્થાપન કરવામાં આવે તો તેમાં સ્થાપન કરાયેલા ચિત્તથી રાગભાવની વૃદ્ધિ થાય છે, તેથી તે વિષયોમાં ચિત્ત સ્થિર હોવા છતાં પરમાર્થથી ચિત્તની અસ્થિરતા જ થાય છે. ll૧-૩લા અવતરણિકા :
एवमुपायान् प्रदर्श्य फलप्रदर्शनायाह - અવતરણિકાર્ય :
આ રીતે પાતંજલયોગસૂત્ર ૧-૨૮માં ચિત્તના વિક્ષેપના પરિવારનો ઉપાય ઈશ્વરનો જપ બતાવ્યો ત્યારથી માંડીને અત્યાર સુધી પાતંજલયોગસૂત્ર ૧-૩૯ સુધી, ચિત્તના વિક્ષેપના પરિવારના ઉપાયો