________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૩૮-૩૯
૧૦૩
ભાવાર્થ :
સ્વપ્નના જ્ઞાનનું આલંબન કે નિદ્રાના જ્ઞાનનું આલંબન ચિત્તની સ્થિરતાનું કારણ :
યોગીઓ જેમ વીતરાગવિષયક ચિત્તને કરીને ચિત્તની સ્થિરતા કરે છે, તેમ સ્વપ્નમાં જેવું બાહ્ય પદાર્થોનું જ્ઞાન થાય છે તેવું જ્ઞાન સંસારની સર્વભોગની પ્રવૃત્તિમાં છે તે પ્રકારે આલંબન કરીને સંસારના સ્વરૂપની વિચારણા કરે તો તેમનું ચિત્ત વિરક્ત બને છે, તેથી ચિત્તની સ્થિરતા પ્રગટે છે.
આશય એ છે કે, સ્વપ્નદશામાં બાહ્ય ઇન્દ્રિયોની અપ્રવૃત્તિ હોય છે, ફક્ત મન જ પ્રવૃત્ત હોય છે, છતાં સ્વપ્નકાળમાં આત્માને-પોતાને અહંકાર થાય છે કે, આ ભોગા મેં કર્યા. વસ્તુતઃ સ્વપ્નમાં પોતે તે ભોગ કર્યા નથી તેના જેવા જ સંસારના સર્વ ભોગો છે; કેમ કે બાહ્ય પદાર્થમાંથી કોઈ ભાવ નીકળીને આત્મામાં પ્રવેશ પામતો નથી, પરંતુ બાહ્ય પદાર્થોનો તે તે ઇન્દ્રિયો સાથે સંબંધ થાય છે ત્યારે તે વિષયનો મેં ભોગ કર્યો એ પ્રમાણે અહંકારની બુદ્ધિ જેવી સ્વપ્નમાં થયેલ તેવી જ અહંકારની બુદ્ધિ જીવને ભોગકાળમાં થાય છે. તેથી પરમાર્થથી કોઈ પદાર્થનો જીવ ભોગ કરતો નથી, પરંતુ સ્વપરિણામોનો જીવ ભોગ કરે છે. આ પ્રકારે સમાલોચન કરવાથી વિષયો પ્રત્યેનો સંશ્લેષનો પરિણામ દૂર થાય છે તેથી ચિત્તની સ્થિરતા થાય છે, માટે સ્વપ્નના જ્ઞાનનું આલંબન ચિત્તની સ્થિરતાનું કારણ છે.
વળી ગાઢ નિદ્રાકાળમાં બાહ્ય સર્વ પદાર્થોનો અભાવ છે, તે પ્રકારના અભાવના આલંબનવાળી વૃત્તિ વર્તે છે. તેમ પરમાર્થની દૃષ્ટિથી આત્મા માટે બાહ્ય સર્વ પદાર્થોનો અભાવ છે તે પ્રકારે નિદ્રાના આલંબનનું જ્ઞાન કરાય તો આત્મા માટે પરમાર્થથી બાહ્ય ભોગ્ય પદાર્થો નથી, તેવી બુદ્ધિ સ્થિર થાય છે તેના કારણે બાહ્ય પદાર્થો વિષયક ઇન્દ્રિયોની ઉત્સુકતા શાંત થાય છે અને નિરુત્સુક થયેલું ચિત્ત સ્થિર બને છે માટે નિદ્રાના જ્ઞાનનું આલંબન ચિત્તની સ્થિરતાનું કારણ છે. I૧-૩૮ અવતરણિકા.
नानारुचित्वात् प्राणिनां यस्मिन्-कस्मिंश्चिद् वस्तुनि योगिनः श्रद्धा भवति तस्य ध्यानेनापि इष्टसिद्धिरिति प्रतिपादयितुमाह - અવતરણિકાઈ:
જીવોની જુદી જુદી રુચિ હોવાથી જે કોઈ વસ્તુમાં યોગીને શ્રદ્ધા હોય છે તે વિષયના ધ્યાનથી પણ અર્થાત્ આ વિષય ઉપર હું ચિત્તને સ્થિર કરીને નિર્લેપ થઈ શકું છું તે વિષયના ધ્યાનથી પણ, ઈષ્ટની સિદ્ધિ થાય છે અર્થાત્ ચિત્તની સ્થિરતાની સિદ્ધિ થાય છે, એ પ્રમાણે પ્રતિપાદન કરવા માટે હે છે –
સૂત્ર :
યથfમમતધ્યાનાર્ વી
-રૂ