________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૩૦
૧૦૧
અવતરણિકા :
उपायान्तरप्रदर्शनद्वारेण सम्प्रज्ञातसमाधेविषयं दर्शयति - અવતરણિકાર્ય :
ઉપાયાંતર બતાવવા દ્વારા મનની સ્થિરતાના અન્ય ઉપાયને બતાવવા દ્વારા, સંપ્રજ્ઞાતસમાધિના વિષયને બતાવે છે –
સૂત્ર :
वीतरागविषयं वा चित्तम् ॥१-३७॥ સૂત્રાર્થ:
અથવા વીતરાગના વિષયવાળું ચિત્ત મનની સ્થિતિનું મનની સ્થિરતાનું, કારણ થાય છે. એ પ્રમાણે અન્વય છે. II૧-૩ણા ટીકા : ___ 'वीतरागेति'-मनसः स्थितिनिबन्धनं भवतीति शेषः, वीतरागः-परित्यक्तविषयाभिलाषस्तस्य यच्चित्तं परिहृतक्लेशं तदालम्बनीकृतं चेतसः स्थितिहेतुर्भवति ॥१-३७॥ ટીકાર્ય :
મનસ: મર્થીત મન: સ્ક્રિતિનિવત્થન મવતિ' એ પ્રમાણે શેષગસૂત્રમાં અધ્યાહાર છે, તેથી વીતરાગના વિષયવાનું ચિત્ત મનની સ્થિરતાનું કારણ થાય છે એ પ્રમાણે સૂત્રનો અર્થ સમજવો.
વીતરા.વિપર્ય એ પ્રમાણે સૂત્રમાં કહ્યું તેમાં ‘વીતરી 'નો અર્થ કરે છે –
પરિત્યક્ત વિષયના અભિલાષવાળા વીતરાગ છે અર્થાત્ વિષયોની તૃષ્ણા જેમણે ત્યાગ કરી છે તે વીતરાગ છે.
તેમનું જે ચિત્ત પરિહતક્લેશવાનું અવિદ્યા આદિ ક્લેશોથી રહિત તેમના આલંબનથી કરાયેલું એવું વીતરાગના આલંબનથી કરાયેલું એવું, સાધનું ચિત્ત તે ચિત્તની સ્થિતિનો હેતુ છે. ll૧-૩ળા ભાવાર્થ : વીતરાગના વિષયવાળું ચિત્ત મનની સ્થિરતાનું કારણ :
સંપ્રજ્ઞાતસમાધિને નિષ્પન્ન કરવાના આલંબનભૂત વિષય વીતરાગ છે, તેથી જે યોગીનું ચિત્ત વીતરાગવિષયક છે તે ચિત્ત મનની સ્થિરતાનું કારણ બને છે.
વીતરાગ કેવા છે? તે સ્પષ્ટ કરતાં કહે છે – જેમણે વિષયોની અભિલાષા ત્યાગ કરી છે અર્થાત્ છોડી દીધી છે તે વીતરાગ છે, અને સાધક એવા ઉપાસક વીતરાગને વિષય કરીને જયારે પોતાના