________________
૧૦૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર-૩૭-૩૮ ચિત્તને વીતરાગના ગુણોમાં સ્થાપન કરે છે ત્યારે ઉપાસકનું ચિત્ત ક્લેશના પરિહારવાળું=ત્યાગવાળું બને છે અને વીતરાગનું આલંબન કરીને ઉપાસકનું ચિત્ત પ્રવર્તે છે. તેવું ઉપાસકનું ચિત્ત સમાધિને અનુકૂળ સ્થિરતામાં હેતુ બને છે. માટે યોગીઓએ સંપ્રજ્ઞાતસમાધિની પ્રાપ્તિમાં ઉત્પન્ન થતાં અંતરાયોના પરિહાર માટે વીતરાગ વિષયક ચિત્ત કરવું જોઈએ. ૫૧-૩॥
અવતરણિકા :
एवंविधमुपायान्तरमाह
અવતરણિકાર્ય :
પાતંલયોગસૂત્ર ૧-૩૭માં કહ્યું કે, વીતરાગવિષયક ચિત્ત ચિત્તની સ્થિરતાનો હેતુ બને છે એના જેવા જ ઉપાયાંતરને-ચિત્તની સ્થિરતાના અન્ય ઉપાયને, બતાવે છે
સૂત્રઃ
स्वप्ननिद्राज्ञानालम्बनं वा ॥१-३८ ॥
સૂત્રાર્થ :
અથવા સ્વપ્નના જ્ઞાનનું અને નિદ્રાના જ્ઞાનનું આલંબન ચિત્તની સ્થિરતાનો હેતુ=કારણ, બને છે. II૧-૩૮||
ટીકા :
'स्वप्नेति'-प्रत्यस्तमितबाह्येन्द्रियवृत्तेर्मनोमात्रेणैव यत्र भोक्तृत्वामात्मनः स्वप्नः, निद्रा पूर्वोक्तलक्षणा, तदालम्बनं निद्रालम्बनं वा ज्ञानमालम्ब्यमानं चेतसः स्थितिं करोति ૫૧-૨૮૫
ટીકાર્ય :
प्रत्यस्तमित રોત્તિ ।।
સ્વપ્નનો અર્થ કરે છે
-
પ્રત્યસ્તમિત=અપ્રવૃત્ત એવી બાહ્ય ઇન્દ્રિયોની વૃત્તિ હોવાથી મનમાત્રથી જ જ્યાં આત્માનું ભોક્તાપણું છે તે સ્વપ્ન છે.
નિદ્રા પૂર્વોક્ત પાતંજલયોગસૂત્ર ૧-૧૦માં વ્હેલા લક્ષણવાળી છે=અભાવપ્રત્યય આલંબનવાળી
છે.
તેના આલંબનવાળું=સ્વપ્નનાં આલંબનવાળું અથવા નિદ્રાના આલંબનવાળું, આલંબન કરાતું જ્ઞાન ચિત્તની સ્થિતિ કરે છે-ચિત્તની સ્થિરતા કરે છે. ||૧-૩૮||