________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર-૪૦
બતાવ્યા એ રીતે, ઉપાયોને બતાવીને ફળ બતાવવા માટે-ચિત્તના વિક્ષેપના પરિહારના ફળ બતાવવા માટે, ક્લે છે
સૂત્ર :
-
परमाणुपरममहत्त्वान्तोऽस्य वशीकारः ॥ १- ४०॥
સૂત્રાર્થ :
પરમાણુ અને પરમ મહત્ત્વ અંતવાળો આનો=ચિત્તનો, વશીકાર છે. ||૧-૪૦॥
ટીકા :
૧૦૫
'परमाण्विति'-एभिरुपायैश्चित्तस्य स्थैर्यं भावयतो योगिनः सूक्ष्मविषयभावनाद्वारेण परमाण्वन्तो वशीकारोऽप्रतिघातरूपो जायते, न क्वचित् परमाणुपर्यन्ते सूक्ष्म विषयेऽस्य मनः प्रतिहन्यत इत्यर्थः, एवं स्थूलमाकाशादिपरममहत्पर्यन्तं भावयतो न क्वचित् चेतसः પ્રતિયાત ઉત્પદ્યતે, સર્વત્ર સ્વાતન્ત્ર મવતીત્યર્થ: ।।૬-૪૦ના
ટીકાર્ય :
મિ: . મવતીત્યર્થ: ।। આ ઉપાયો દ્વારા=પૂર્વમાં ચિત્તના સ્થિર કરવાના ઉપાયો બતાવ્યા એ ઉપાયો દ્વારા, ચિત્તના સ્વૈર્યને ભાવન કરતાં યોગીઓને સૂક્ષ્મવિષયભાવના દ્વારા પરમાણુ અંત સુધી અપ્રતિઘાતરૂપ વશીકાર થાય છે=કોઈ પણ પરમાણુપર્યંત સૂક્ષ્મવિષયમાં આમનું મનયોગીનું મન, હણાતું નથી અર્થાત્ રાગાદિ ભાવોથી ઉપઘાત પામતું નથી, એ પ્રમાણે અર્થ જાણવો.
એ રીતે સ્થૂલ આકાશાદિ પરમમહત્ત્પર્યંત ભાવન કરવાથી કોઈ સ્થાનમાં ચિત્તનો પ્રતિઘાત ઉત્પન્ન થતો નથી, પરંતુ સર્વત્ર સ્વતંત્રપણું થાય છે અર્થાત્ યોગીનું ચિત્ત સર્વત્ર રાગાદિની આકુળતા વગર ગમન કરી શકે છે, એ પ્રમાણે અર્થ જાણવો. ||૧-૪૦॥
ભાવાર્થ:
ચિત્તની સ્થિરતા માટે પૂર્વમાં બતાવેલા ઉપાય દ્વારા ચિત્તની સ્થિરતાને ભાવન કરતાં યોગીઓને થતાં ફળનું પ્રદર્શન :
(૧) સૂક્ષ્મવિષયની ભાવના દ્વારા પરમાણુ અંત સુધી ચિત્તના અપ્રતિઘાતરૂપ વશીકાર :
યોગીઓ પૂર્વમાં બતાવેલા ઉપાયો દ્વારા ચિત્તને સ્થિર કરવા પ્રયત્ન કરે અને ચિત્તના સ્વૈર્યનું ભાવન કરતાં એવાં તે યોગીઓ સૂક્ષ્મવિષયવાળા પરમાણુ આદિની ભાવના દ્વારા તેવા પ્રકારના સ્વૈર્યને પામે છે તેથી કોઈપણ સૂક્ષ્મ પરમાણુ અંત સુધીના પદાર્થમાં તેમનું ચિત્ત રાગાદિની આકુળતારૂપ પ્રતિઘાતને પામતું નથી.