________________
૧૦૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૩૬ ટીકાર્ય : | પ્રવૃત્તિ: .... વીશેષ:, પ્રવૃત્તિત્પન્ન ચિત્તી સ્થિતિનિશ્વિની' આ પ્રમાણે વાક્યશેષ છે અર્થાત્ સૂત્રમાં અધ્યાહાર છે. શોકરહિત અને જ્યોતિર્મય પ્રકાશમય, ઉત્પન્ન થયેલી પ્રવૃત્તિ ચિત્તની સ્થિતિનું ચિત્તની એકાગ્રતાનું, કારણ છે. એ પ્રમાણે સૂત્રનો અર્થ છે.
ડોતિ:ણન પ્રવૃત્તિ:, જ્યોતિષ્મતીમાં રહેલ જ્યોતિર્ શબ્દથી સાત્ત્વિક પ્રકાશ કહેવાય છે. તે સાત્ત્વિક પ્રકાશ પ્રશસ્ત અત્યંત અને અતિશયવાળો વિદ્યમાન છે જેમાં તે જ્યોતિષ્મતી પ્રવૃત્તિ છે અર્થાત્ જે પ્રવૃત્તિમાં અતિશયવાળો, બહુપ્રમાણવાળો અને પ્રશસ્ત સાત્ત્વિક પ્રકાશ વિદ્યમાન છે તે જ્યોતિષ્મતી પ્રવૃત્તિ ચિત્તની વૃત્તિ છે. વિશીકાનો અર્થ કહે છે – વિશો ... વિશ્વની, વિશોળામાં રહેલ વિ શબ્દનો અર્થ વિમતિ =દૂર થઈ ગયો છે એ પ્રમાણે છે.
સુખમય સત્ત્વના અભ્યાસથી દૂર થઈ ગયો છે. શોક્રૂરજનો પરિણામ, જેનો જે વૃત્તિનો, તે વિશોકા, ચિત્તની સ્થિતિનું કારણ છે અર્થાત્ ચિત્તની એકાગ્રતાનું કારણ છે.
યમર્થ: – આ અર્થ છે સૂત્રથી પ્રાપ્ત થતો આ અર્થ છે – દૃાસપુટઅબ્બે..... સત્વદ્યતે II હદયપઘના હૃદયકમળના સંપુટના મધ્યભાગમાં પ્રશાંતકલોલવાળા શીરોદધિ સરખા ચિત્તસત્ત્વનું ભાવન કરતાં પ્રજ્ઞાના આલોકથી અર્થાત્ પ્રકૃષ્ટ જ્ઞાનના પ્રકાશથી, અર્થાત્ શોકરહિત પ્રકાશમય પ્રજ્ઞાલોક ઉત્પન થાય છે તેનાથી, સર્વવૃત્તિનો પરિક્ષય થયે છતે ચિત્તની સર્વવૃત્તિઓનો નાશ થયે છતે, ચિત્તનું ધૈર્ય ચિત્તની સ્થિરતા, ઉત્પન્ન થાય છે ||૧-૩૬ll ભાવાર્થ : શોકરહિત જ્યોતિર્મય ઉત્પન્ન થયેલી ચિત્તવૃત્તિ મનની એકાગ્રતાનું કારણ ?
જે યોગીઓ પોતાના હદયકમળમાં પ્રશાંતકલ્લોલવાળા ક્ષીરસમુદ્ર સરખા ચિત્તસત્ત્વનું ભાવન કરે છે અર્થાત્ મારું પારમાર્થિક ચિત્ત જગતના પદાર્થોના સ્પર્શ વગરનું પ્રશાંતભાવવાળું છે, એ પ્રમાણે ભાવન કરે છે તેના કારણે પ્રજ્ઞાલોક=પ્રજ્ઞાનો પ્રકાશ પ્રગટે છે. અર્થાત્ વિશોકા જયોતિષ્મતી પ્રવૃત્તિ શોકરહિત જયોતિર્મય અર્થાત્ પ્રકાશમય ચિત્તવૃત્તિ પ્રગટે છે અર્થાત્ પ્રશસ્ત ઘણો અતિશયવાળો સાત્ત્વિક પરિણામ જેમાં વિદ્યમાન છે એવી બાહ્ય પદાર્થોના સંશ્લેષ વગરની ચિત્તની પરિણતિ પ્રગટે છે. તેના કારણે બાહ્ય પદાર્થોના વિષમ સંયોગોમાં ચિત્તમાં ક્યાંય શોક ઉત્પન્ન ન થાય તેવું ચિત્ત બને છે, અને તેવું ચિત્ત બનવાથી ચિત્તની સર્વવૃત્તિનો પરિક્ષય થાય ત્યારે ચિત્ત રાગાદિથી અનાકુળ એવા ધૈર્યભાવને પ્રાપ્ત કરે છે. ll૧-૩ઘા