________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર-૩૫
ભાવાર્થ:
પ્રસ્તુત સૂત્રમાં ચિત્તની એકાગ્રતાનો જે ઉપાય બતાવ્યો છે, તે ઉપાયના સેવનથી યોગીને યોગના માહાત્મ્યરૂપ દિવ્ય ગંધાદિની પ્રાપ્તિ થાય છે, તેના દ્વારા યોગીને યોગના ફળમાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને તેના દ્વારા સંપ્રજ્ઞાતસમાધિના પૂર્વાંગનો આક્ષેપ થાય છે, તેથી પ્રસ્તુત ઉપાય એ આક્ષેપરૂપે સંપ્રજ્ઞાતસમાધિનો પૂર્વાંગ છે તે સંપ્રજ્ઞાતસમાધિના પૂર્વાંગને કહે છે
સૂત્ર :
विषयवती वा प्रवृत्तिरुत्पन्ना मनसः स्थितिनिबन्धिनी ॥१-३५ ॥
સૂત્રાર્થ :
ઉત્પન્ન થયેલી વિષયવાળી પ્રવૃત્તિ મનની સ્થિતિનું કારણ છે. ||૧-૩૫]]
clo
નોંધઃ
ભોજના મતે સૂત્રમાં ‘મનસ:’ એ પ્રમાણે પદ નથી, તેથી ભોજે પોતાની રાજમાર્તંડ ટીકામાં મનસ રૂતિ વાવ્યશેષ: એ પ્રમાણે જણાવેલ છે.
ટીકા :
'विषयवतीति' - मनस इति वाक्यशेषः, विषया गन्ध-रस-रूप- स्पर्श - शब्दास्ते विद्यन्ते फलत्वेन यस्याः सा विषयवती प्रवृत्तिर्मनसः स्थैर्यं करोति, नासाग्रे चित्तं धारयतो दिव्यगन्धसंविदुपजायते, तादृश्येव जिह्वाग्रे रससंवित्, ताल्वग्रे रुपसंवित्, जिह्वामध्ये स्पर्शसंवित्, जिह्वामूले शब्दसंवित्, तदेवं तत्-तदिन्द्रियद्वारेण तस्मिंस्तस्मिन् दिव्ये विषये जायमाना संविच्चित्तस्यैकाग्रताया हेतुर्भवति, अस्ति योगस्य फलमिति योगिनः સમાભ્રાસોત્સાવનાત્ ।-રૂા
ટીકાર્ય :
मनसः ઉત્પાવનાત્ ॥ મનસ: એ પ્રમાણે વાક્યશેષ-સૂત્રમાં અધ્યાહાર છે. વિષયવતીનો અર્થ કરે છે
....
ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દો એ વિષયો છે, તે ફળરૂપે જે પ્રવૃત્તિમાં વિદ્યમાન છે તે વિષયવાળી પ્રવૃત્તિ વ્હેવાય છે અને તે વિષયવાળી પ્રવૃત્તિ મનના સ્વૈર્યન=મનની સ્થિરતાને, કરે છે. કઈ રીતે વિષયવાળી પ્રવૃત્તિ મનની સ્થિરતાને કહે છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે - નાસિકાના અગ્રમાં ચિત્તને ધારણ કરવાથી દિવ્યગંધની સંવિત્-જ્ઞાન, થાય છે. તેવા પ્રકારની નાસિકાના અગ્રમાં ચિત્તને ધારણ કરવાથી દિવ્યગંધની સંવિત્ થાય છે. તેવા