________________
૯૬ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૩૪ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | સૂત્ર-૩૫ “ઉસાસનોઉચ્છવાસનો નિરોધ કરવો જોઈએ નહિ.” (આવશ્યકનિર્યુક્તિ ૧૫૧૦) ઇત્યાદિ “પરમઋષિના વચનથી તેનો નિષેધ છે. એ પ્રમાણે અમે પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ, કહે છે.
ભાવાર્થ :
રેચક, પૂરક અને કુંભક પ્રાણાયામાથી યોગમાર્ગવિષયક એકાગ્રતા અનેકાંતિક :
પતંજલિઋષિએ રેચક, પૂરક અને કુંભક દ્વારા ત્રણ પ્રકારનો પ્રાણાયામ બતાવ્યો તે એકાન્તિક યોગમાર્ગવિષયક એકાગ્રતાનું કારણ નથી; કેમ કે શક્તિના અતિશયથી પ્રાણાયામ કરવામાં આવે તો મન વ્યાકુળ થાય છે, તેથી એકાગ્રતા થતી નથી.
વળી આગમમાં ઉચ્છવાસના નિરોધનો નિષેધ કરેલો છે, તેથી ચિત્તની શુદ્ધિ અર્થે શ્વાસઉચ્છવાસનો નિરોધ ઇષ્ટ નથી. ફક્ત જે જીવોનું મન અતિચંચળ છે તે જીવો પ્રાથમિક ભૂમિકામાં ચિત્તને સ્થિર કરવા માટે શક્તિના સમાલોચનપૂર્વક પ્રાણાયામ કરે તો કાંઈક રીતે ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થાય છે, તે સ્થિરતા આત્મકલ્યાણનું અંગ નથી, આમ છતાં સ્થિર થયેલું ચિત્ત યોગમાર્ગની પ્રવૃત્તિમાં સહાયક બને છે, તેથી પ્રાણાયામને એકાંત દોષરૂપે કહેલ નથી પરંતુ અનૈકાન્તિક છે, તેમ કહેલ છે. ભાવપ્રાણાયામ દ્વારા ચિત્તના વિક્ષેપોનો પરિહાર થવાથી યોગમાર્ગવિષયક એકાગ્રતા એકાંતિક :
વસ્તુતઃ ચિત્તના ધૈર્ય માટે જિનવચનાનુસાર તત્ત્વનું ભાવન કરવું ઇષ્ટ છે અને તેના માટે યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં કહેલ છે તે પ્રમાણે ભાવ પ્રાણાયામ ઇષ્ટ છે. તેમાં અશુભભાવોનું રેચન, શુભભાવોનું પૂરણ અને શુભભાવોનું પૂરણ કર્યા પછી તેનું કુંભન કરવામાં આવે છે.
જેમ-દુકૃતની નિંદા કરવા દ્વારા કે ઇર્યાપથના પ્રતિક્રમણ દ્વારા અશુભભાવોનું રેચન કરીને ત્યારપછી યોગમાર્ગને સ્પર્શનારા ગુણવાન પુરુષોના ગુણોને કહેનારા સૂત્રો દ્વારા શુભભાવોનું પૂરણ કરવામાં આવે કે તીર્થંકરાદિના સુકૃતની અનુમોદના કરવામાં આવે તેના દ્વારા શુભભાવોનું પૂરણ કરવામાં આવે અને તે શુભભાવોને આત્મામાં સ્થિર કરવા માટે સૂક્ષ્મ પ્રજ્ઞાપૂર્વક પર્યાલોચન કરવામાં આવે તો કુંભન થાય તે ભાવપ્રાણાયામ સ્વરૂપ છે અને તે ભાવપ્રાણાયામ દ્વારા ચિત્તના વિક્ષેપો દૂર થાય અને એકાગ્રતાપૂર્વક યોગમાર્ગની પ્રવૃત્તિ થાય છે. અવતરણિકા :
इदानीमुपायान्तरप्रदर्शनोपक्षेपेण सम्प्रज्ञातस्य समाधेः पूर्वाङ्गं कथयति - અવતરણિતાર્થ :
હવે ઉપાયાંતરના પ્રદર્શન દ્વારા ઉપક્ષેપરૂપે-ઉપાયાંતર દ્વારા આક્ષેપરૂપે, સંપ્રજ્ઞાતસમાધિના પૂર્વાગને કહે છે –