________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૩૪ | સૂત્ર-૩૪ની ઉપા. મ. સા.ની ટિપ્પણી ૯૫
(૨) અત્યંતર પૂરણ કરાયેલા વાયુને ત્યાં જ ધારી રાખવામાં આવે તેને કુંભક કહેવાય છે. આ રેચક, પૂરક અને કુંભક ત્રણ પ્રકારના પ્રાણાયામથી ચિત્તની સ્થિતિ એકાગ્રતાવાળી થાય છે.
અહીં પ્રશ્ન થાય કે શ્વાસ-ઉચ્છવાસની ક્રિયારૂપ પ્રાણાયામ દ્વારા ચિત્તની એકાગ્રતા કઈ રીતે સંભવે ? તેથી કહે છે – મન અને પ્રાણનું સ્વવ્યાપારમાં પરસ્પર એક યોગક્ષેમપણું હોવાથી પ્રાણાયામ દ્વારા સમસ્ત ઇન્દ્રિયોની વૃત્તિના નિરોધથી એકાગ્રતા :
દરેક ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પ્રાણની પ્રવૃત્તિપૂર્વક છે, તેથી દેહમાં વર્તતો વાયુરૂપ પ્રાણ જે પ્રમાણે ગતિ કરે છે તે પ્રમાણે ઇન્દ્રિયો ઉત્સુક થઈને વિષયો તરફ પ્રવર્તે છે અને મન અને પ્રાણનું સ્વવ્યાપારમાં પરસ્પર એક યોગક્ષેમપણું છે, તેથી જયાં પ્રાણ હોય ત્યાં મન જાય છે, માટે પ્રાણાયામ દ્વારા પ્રાણને જીતવામાં આવે તો ઇન્દ્રિયોની વૃત્તિઓનો નિરોધ થાય છે અને ચિત્ત જે વિષયમાં સ્થાપન કરવામાં આવે તે વિષયમાં એકાગ્રતાની પ્રાપ્તિ થાય છે માટે પ્રાણાયામ ચિત્તની એકાગ્રતાથી ચિત્તના વિક્ષેપોના પરિહારનું કારણ બને છે.
વળી પ્રાણાયામ દ્વારા ચિત્તની એકાગ્રતા કઈ રીતે સંભવે ? તેમાં પાતંજલદર્શનકાર બીજી યુક્તિ બતાવે છે – આગમમાં પ્રાણાયામનું સમસ્ત દોષક્ષયકારિપણું સંભળાતું હોવાથી દોષોના વિનાશ દ્વારા પ્રાણાયામનું એકાગ્રતામાં સામર્થ્ય :
આગમમાં પ્રાણાયામનું સમસ્ત દોષોને ક્ષય કરવાપણું સંભળાય છે અને દોષકૃત સર્વ વિક્ષેપો છે, તેથી પ્રાણાયામ દ્વારા દોષોનો નાશ થાય છે અને તેના કારણે પણ એકાગ્રતામાં સામર્થ્ય પ્રગટે છે, તેથી પ્રાણાયામ ચિત્તના વિક્ષેપોના નિવારણ દ્વારા આત્મકલ્યાણનું કારણ બને છે. II૧-૩૪ના પાતંજલયોગસૂત્ર ૧-૩૪ ઉપર પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની ટિપ્પણરૂપ વ્યાખ્યા :
પ્રવકૃતમ્પાતંજલ યોગસૂત્ર ૧-૩૪માં કહ્યું કે પ્રાણના પ્રચ્છર્ધન અને વિધારણ દ્વારા ચિત્તના વિક્ષેપોનો પરિહાર થાય છે તે પ્રકૃતવિષયક ઉપાધ્યાયજી મહારાજ કહે છે –
[य] व्याख्या-अनैकान्तिकमेतत्, प्रसह्य ताभ्यां मनोव्याकुलीभावात् "ऊसासं ण णिरुंभई" ( आवश्यकनियुक्तिः १५१०) इत्यादिपारमर्षे तन्निषेधाच्च, इति वयम् ॥ અર્થ :
નૈઋત્તિન્... વયમ્ . આ અનૈકાંતિક છે રેચક, પૂરક અને કુંભકરૂપ પ્રાણાયામથી ચિત્તના વિક્ષેપોનો પરિહાર થાય છે અને તેનાથી યોગમાર્ગમાં એકાગ્રતા પ્રાપ્ત થાય છે એ અનેકાંતિક છે.
કેમ અર્નકાંતિક છે તેથી કહે છે – પ્રસલ્હા એવા તેના દ્વારાહઠપૂર્વક થતાં એવા પ્રાણાયામ દ્વારા, મનનો વ્યાકુલીભાવ થાય છે અને