________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ / સૂત્ર-૩૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | સૂર-૩૪ ૯૩ માટે બતાવેલ છે તે કાંઈક સુંદર હોવા છતાં જે પ્રકારનું મૈત્રાદિ ચારનું સ્વરૂપ બતાવ્યું છે તે સમભાવની વૃદ્ધિને અનુકૂળ ઉચિત પરિણામરૂપ નહિ હોવાથી કાંઈક અસંબદ્ધ પદાર્થરૂપ છે. અવતરણિકા :
उपायान्तरमाह - અવતરણિકાર્ય :
ચિત્તના વિક્ષેપના પરિવાર માટેના અર્થાત્ ચિત્તની એકાગ્રતાના, ઉપાયાંતરને અન્ય ઉપાયને, કહે છે – સૂત્રઃ
प्रच्छर्दनविधारणाभ्यां वा प्राणस्य ॥१-३४॥ સૂત્રાર્થ :
પ્રાણના પ્રચ્છર્શન અને વિધારણ દ્વારા કોઠયવાયુના પ્રાણવાયુનું બહાર નિઃસારણ અને બહાર ગતિના વિચ્છેદ દ્વારા, ચિત્તના વિક્ષેપોનો પરિહાર થાય છે ચોમ અન્વય છે. ll૧-૩૪|| ટીકા : ___ 'प्रच्छर्दनेति'-प्रच्छर्दनं कौष्ठ्यस्य वायोः प्रयत्नविशेषान्मात्राप्रमाणेन बहिनिःसारणम्, विधारणं मात्राप्रमाणेनैव प्राणस्य वायोर्बहिर्गतिविच्छेदः, स च द्वाभ्यां प्रकाराभ्यां बाह्यास्याभ्यन्तरापूरणेन पूरितस्य वा तत्रैव निरोधेन, तदेवं रेचकपूरककुम्भकभेदेन त्रिविधः प्राणायामश्चित्तस्य स्थितिमेकाग्रतया निबध्नाति, सर्वासामिन्द्रियवृत्तीनां प्राणवृत्तिपूर्वकत्वात्, मनःप्राणयोश्च स्वव्यापारे परस्परमेकयोगक्षेमत्वाज्जीयमानः प्राणः समस्तेन्द्रियवृत्तिनिरोधद्वारेण चित्तस्यैकाग्रतायां प्रभवति, समस्तदोषक्षयकारित्वं चास्याऽऽगमे श्रूयते, दोषकृताश्च सर्वा विक्षेपवृत्तयः, अतो दोषनिर्हरणद्वारेणाप्यस्यैकाग्रतायां सामर्थ्यम्
-રૂઝા ટીકાર્ય :
પ્રચ્છન્ને ..... સામર્થ્યમ્ | પ્રયત્નવિશેષથી કૌષ્ઠયવાયુનું પ્રાણવાયુનું, માત્રા પ્રમાણ વડે અર્થાત્ ચોક્કસ માત્રા વડે બહાર નિઃસારણ બહાર કાઢવું એ પ્રચ્છેદન-રેચક છે.
માત્રા પ્રમાણથી જ અર્થાત્ ચોક્કસ માત્રા વડે જ પ્રાણવાયુની બહાર ગતિનો વિચ્છેદ એ વિધારણ છે અને તે વિધારણ બે પ્રકારથી છે –
કયા બે પ્રકારથી વિધારણ છે તે સ્પષ્ટ કહે છે –