________________
૯૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૩૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી તત્વમ્ પોડક્ટિીયમ્ |
આ વિષયમાં તત્ત્વ અમારાથી કરાયેલી=પૂ. ઉપાધ્યાય યશોવિજ્ય મારાજ વડે કરાયેલી, ષોડશની ટીકામાં છે.
ભાવાર્થ :
ષોડશકગ્રંથમાં પૂ. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજાએ બતાવેલ મેથ્યાદિ ચાર ભાવોનું સ્વરૂપ :
અમારા આચાર્ય પૂજય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે મૈત્યાદિ ચાર ભાવો પતંજલિઋષિએ પ્રસ્તુત સૂત્રમાં બતાવ્યા તેના કરતાં કાંઈક જુદા સ્વરૂપે બતાવે છે –
(૧) મૈત્રીભાવનાનું સ્વરૂપ : ‘પરહિતચિંતા' તે મૈત્રી છે. તેનાથી જગતના જીવમાત્ર પ્રત્યે સ્વ આત્મતુલ્ય હિતચિંતાનો પરિણામ થાય છે, તેથી સમભાવની વૃદ્ધિનું કારણ એવો મૈત્રીનો પરિણામ થાય છે.
(૨) કરુણાભાવનાનું સ્વરૂપ : ઉપરના દુઃખને નાશ કરવાવાળી' કરુણા છે. તેનાથી જગતના જીવો પ્રત્યે કોમળ પરિણામ વર્તે છે, તે પરિણામ ક્રૂરતાનો વિરોધી છે અને વિવેકયુક્ત કરુણા સર્વજીવોના બાહ્ય દુઃખોને અને અંતરંગ દુઃખોને નાશ કરવા માટે ઉચિત વ્યાપાર કરાવે છે.
જેમ-વીરભગવાને ચંડકૌશિક ઉપર કરુણા કરી તેનાથી ચંડકૌશિકને તત્ત્વનો બોધ પ્રાપ્ત થયો.
(૩) મુદિતાનું સ્વરૂપ : “પરના સુખમાં તુષ્ટિ આનંદ' મુદિતા છે. વિવેકપૂર્વકના પરના સુખો સાનુબંધ યોગમાર્ગની પ્રવૃત્તિથી થાય છે. તેથી વિવેકપૂર્વકની યોગમાર્ગની પ્રવૃત્તિને જોઈને જે પ્રમોદનો પરિણામ છે તે મુદિતા છે, તેનાથી ગુણ પ્રત્યેનો પક્ષપાત વધે છે.
(૪) ઉપેક્ષાનું સ્વરૂપઃ ‘પરના દોષોની ઉપેક્ષા કરવી” તે ઉપેક્ષા છે. તેથી બીજાના દોષોને જોઈને તેના પ્રત્યે દ્વેષ થતો નથી પરંતુ મધ્યસ્થભાવ પ્રગટે છે.
આ રીતે મૈત્રાદિ ચાર ભાવો ઉચિત પરિણામરૂપ હોવાથી સંયમની વૃદ્ધિના કારણો બને છે તેને લક્ષ કરીને મૈત્રી આદિ ચાર ભાવો જગતના જીવોમાં કેવા કેવા પ્રકારના સંભવી શકે તે બતાવવા અર્થે શ્લોક-૨-૩માં તેના ચાર-ચાર ભેદો બતાવ્યા છે. તેનું વિસ્તારથી વર્ણન પૂ. ઉપાધ્યાય મહારાજે કરેલ પોડશકની ટીકાના અમારા વડે કરાયેલા વિવેચનથી જાણવું.
આ રીતે મૈત્રી આદિ દરેકના ચાર-ચાર ભેદો બતાવવા પૂર્વક ષોડશકગ્રંથમાં પૂ. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે, જે સાધુપુરુષો જિનવચનાનુસાર સર્વપ્રવૃત્તિઓ કરનારા છે, સન્ચારિત્રવાળા છે, સતત જિનવચનમાં સ્થિર શ્રદ્ધાવાળા છે તેવા મહાત્માઓ શ્લોક-૧માં બતાવી તેવા મંત્રી આદિ ભાવોને લક્ષ કરીને મૈત્રી આદિ ભાવોનો અભ્યાસ કરે તો ક્રમથી આ મૈત્રી આદિ ભાવો અત્યંત પરિણામ પામે છે, તેનાથી સંયમના વિશિષ્ટ પ્રકારના કંડકોની પ્રાપ્તિ થાય છે આ પ્રકારની ચિત્તના પરિકર્મની વિધિને ચિત્તને ભાવનાઓથી ભાવિત કરવાની વિધિને, અમારા આચાર્યશ્રી હરિભદ્રસૂરિ કહે છે. તેથી પાતંજલદર્શનકારે જે મૈત્યાદિ ચાર ભાવો ચિત્તના પરિકમ