________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૩૪ બાહ્યનું અત્યંતરપૂરણથી-બાહ્યવાયુને અત્યંતર આપૂરણ કરવાથી, અથવા આપૂરણ દ્વારા પુરાયેલ વાયુને ત્યાં જ નિરોધ કરવાથી પૂરક અને કુંભકરૂપ બેભેદવાળું વિધારણ છે, એ પ્રમાણે અન્વય છે.
૯૪
ઉપરમાં કહ્યું એ કથનનું નિગમન કરતાં કહે છે
આ રીતે-પ્રચ્છદન અને બે પ્રકારનું વિધારણ બતાવ્યું એ રીતે, રેચક, પૂરક અને કુંભના ભેદથી ત્રણ પ્રકારનો પ્રાણાયામ ચિત્તની સ્થિતિને એકાગ્રતાથી બાંધે છે.
-
અહીં પ્રશ્ન થાય કે, પ્રાણાયામથી ચિત્તની એકાગ્રતા કઈ રીતે થાય ? તેથી કહે છે
—
સર્વ ઇન્દ્રિયોની વૃત્તિનું પ્રાણવૃત્તિપૂર્વકપણું હોવાથી અને મન અને પ્રાણનું સ્વવ્યાપારમાં પરસ્પર એક યોગ-ક્ષેમપણું હોવાથી અર્થાત્ પરસ્પર એક પ્રકારે પ્રવૃત્ત હોવાથી, જીતાતો પ્રાણ=પ્રાણાયામ દ્વારા જીતાતો પ્રાણ, સમસ્ત ઇન્દ્રિયોની વૃત્તિના નિરોધ દ્વારા ચિત્તની એકાગ્રતામાં સમર્થ બને છે. અને આનું=પ્રાણાયામનું, સમસ્ત દોષક્ષયકારીપણું અર્થાત્ સમસ્તદોષને ક્ષય કરવાપણું, આગમમાં સંભળાય છે. અને દોષકૃત=રાગ-દ્વેષ આદિ દોષો દ્વારા કરાયેલી, સર્વ વિક્ષેપવૃત્તિઓ છે, આથી દોષોના નિર્હરણ દ્વારા=દોષોના વિનાશ દ્વારા પણ, આનું=પ્રાણાયામનું, એકાગ્રતામાં સામર્થ્ય છે.
||૧-૩૪||
ભાવાર્થ :
પાતંજલદર્શનકારના મતે ચિત્તની એકાગ્રતા માટે અન્ય ઉપાયનું કથન :
રેચક-પૂરક અને કુંભકસ્વરૂપ પ્રાણાયામ દ્વારા ચિત્તની એકાગ્રતા :
પાતંજલદર્શનકાર ચિત્તના સ્વૈર્ય માટે પ્રાણાયામને ઉપાયરૂપે સ્વીકારે છે અને તે પ્રાણાયામ કરવા માટે ત્રણ પ્રક્રિયા બતાવે છે –
(૧) રેચક, (૨) પૂરક અને (૩) કુંભક.
(૧) રેચક પ્રાણાયામનું સ્વરૂપ :
કોષ્ઠમાં રહેલ વાયુને પ્રયત્નવિશેષથી ચોક્કસ માત્રા પ્રમાણથી બહાર કાઢવામાં આવે તે ક્રિયાને પ્રચ્છદન ક્રિયા કહેવાય છે તે રેચક પ્રાણાયામસ્વરૂપ છે.
(૨) કુંભક પ્રાણાયામ અને પૂરક પ્રાણાયામનું સ્વરૂપ :
ચોક્કસ માત્રા પ્રમાણથી પ્રાણવાયુની બહાર ગતિનો વિચ્છેદ કરવામાં આવે છે તેને વિધારણ કહેવામાં આવે છે–વિશેષ પ્રકારે પ્રાણને ધારણ કરવાની ક્રિયા કહેવામાં આવે છે.
પ્રાણને વિશેષ પ્રકારે ધારણની ક્રિયા બે પ્રકારની છે. (૧) બાહ્યવાયુને અત્યંતર પૂરણ દ્વારા જે વિધારણ કરાય છે તેને પૂરક કહેવાય છે.