________________
૯૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૩૩ | સૂત્ર-૩૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
ભાવાર્થ :
મંત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાના ભાવનથી ચિત્તનું પ્રસાદના ચિત્તના વિક્ષેપોના પરિવારનો ઉપાય :
પાતંજલમતાનુસાર મૈત્રી આદિ ભાવનાઓ આ પ્રમાણે છે –
(૧) મૈત્રીભાવનાનું સ્વરૂપ : સંસારવર્તી જે જીવો સુખી છે તે જીવો પ્રત્યે આ જીવોનું સુખીપણું સારું છે એ પ્રકારની બુદ્ધિ થાય એ મૈત્રી છે અને આ પ્રકારની મૈત્રી કરવાથી સુખવાળા જીવોમાં ઇર્ષ્યા થતી નથી
(૨) કરુણાભાવનાનું સ્વરૂપ : સંસારવર્તી જે જીવો દુ:ખી છે તે દુ:ખી જીવોમાં કેવી રીતે એમના દુઃખની નિવૃત્તિ થાય એ પ્રકારનો કૃપાનો પરિણામ કરુણા છે અને આ પ્રકારની કરુણા રાખવાથી દુ:ખવાળા જીવો પ્રત્યે ઉપેક્ષાના પરિણામ થતો નથી.
(૩) મુદિતાભાવનાનું સ્વરૂપ : સંસારવર્તી જે જીવો પુણ્યશાળી છે તે જીવોમાં તેમના પુણ્યના અનુમોદનથી હર્ષ થાય એ મુદિતા છે અને આ પ્રકારની મુદિતા થવાથી પુણ્યવાળા જીવો પ્રત્યે આ પુણ્યવાળા કેમ છે એ પ્રકારનો દ્વેષ થતો નથી.
(૪) ઉપેક્ષાભાવનાનું સ્વરૂપ : સંસારવર્તી જે જીવો અપુણ્યશાળી છે તે અપુણ્યવાળા જીવોમાં ઔદાસીન્ય=ઉદાસીનભાવ, એ ઉપેક્ષા છે અને આ પ્રકારની ઉપેક્ષા રાખવાથી અપુણ્યવાળા જીવોની અનુમોદના થતી નથી અને દ્વેષ પણ થતો નથી. મેથ્યાદિ ભાવનાઓથી ચિત્ત પ્રસન્ન થઈ જવાથી સુખપૂર્વક સમાધિનો આવિર્ભાવ:
આ રીતે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા ભાવનાઓ કરવાથી ચિત્ત પ્રસાદવાળું થાય છે અર્થાત બીજા જીવોને આશ્રયીને કલુષતાવાળું થતું નથી તેથી સુખપૂર્વક સમાધિનો આવિર્ભાવ થાય છે. બાહ્યજીવોને આશ્રયીને રાગ-દ્વેષનું કાલુષ્ય ન થાય તો સમાધિના ઉપાયના સેવનથી ચિત્તમાં એકાગ્રતાની પ્રાપ્તિ :
આ મૈત્રી આદિ ચારનું ભાવન પાતંજલદર્શનાનુસાર બાહ્યકર્મ છે, તેથી સંસારી અન્ય જીવોને જોઈને ચિત્તમાં કાલુષ્ય-કલુષતા ન થાય તેવો પરિણામ થાય છે તે સ્વયં સમાધિનું કારણ નથી પરંતુ સમાધિમાં જવા માટે સહાયક અંગ છે; કેમ કે બાહ્ય જીવોને આશ્રયીને ચિત્ત કાલુષ્યયુક્ત ન થાય તો અર્થાત્ બાહ્યજીવોને આશ્રયીને રાગ-દ્વેષનું કાલુષ્ય ન થાય તો, સમાધિના ઉપાયના સેવનથી ચિત્તમાં એકાગ્રતા આવે છે, તેથી સમાધિ પ્રગટે છે. ll૧-૩૩ પાતંજલ યોગસૂત્ર ૧-૩૩ ઉપર પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની ટિપ્પણરૂપ વ્યાખ્યા :
પ્રવૃતપ્રસ્તુત મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાનું સ્વરૂપ પ્રસ્તુત છે તેને બતાવે છે – [य.] व्याख्या-अस्मादाचार्यास्तु