________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૧૫ સૂત્રાર્થ :
દષ્ટ અને આનુશ્રવિક વિષયમાં વિતૃષ્ણાવાળા-તૃષ્ણારહિત, એવા પુરુષની વશીકાર સંજ્ઞા વૈરાગ્ય છે. ll૧-૧૫ll ટીકાઃ ___ 'दृष्टेति'-द्विविधो हि विषयो दृष्ट आनुश्रविकश्च, दृष्ट इहैवोपलभ्यमानः शब्दादिः, देवलोकादावानुश्रविकः, अनुश्रूयते गुरुमुखादित्यनुश्रवो वेदस्तत आगत आनुश्रविकः, तयोर्द्वयोरपि विषययोः परिणामविरसत्वदर्शनाद्विगतगर्द्धस्य या वशीकारसज्ञा ममैते वश्या नाहमेतेषां वश्य इति योऽयं विमर्शस्तद्वैराग्यमित्युच्यते ॥१-१५॥ ટીકાર્ય :
દિવિઘો ....રૂત્યુચ્યતે | બે પ્રકારના વિષયો છે – (૧) દષ્ટ અને (૨) આનુશ્રાવિકા (૧) દષ્ટ વિષય અહીં આ લોકમાં, ઉપલભ્યમાન પ્રાપ્ત થતાં, એવા શબ્દાદિ વિષયો છે. (૨) દેવલોકાદિ આનુગ્રવિક વિષયો છે. દૈવલોકાદિ આનુશ્રવિક કેમ છે ? તે સ્પષ્ટ કરે છે –
ગુરુમુખથી સંભળાય છે તે અનુશ્રવ વેદ, તેનાથી આગત-આવેલું, આનુગ્રવિક છે વેદથી દેવલોકાદિ જણાય છે તેથી તે આનુશ્રવિક છે. તે બંને પણ વિષયોનું દેખ એવા શબ્દાદિ વિષયોનું અને આનુશ્રવિક એવા દેવલોકાદિ વિષયોનું, પરિણામવિરતપણાના દર્શનને કારણે વિગતગૃદ્ધિવાળા= આસક્તિ-તૃષ્ણારહિત, એવા પુરુષની જ વશીકારસંજ્ઞા “મને આ વશ્ય છે હું તેમને વશ નથી' એ પ્રકારનો વિમર્શ, તે વૈરાગ્ય છે. ll૧-૧પી. ભાવાર્થ : (૨) વૈરાગ્યનું સ્વરૂપ : અપરવૈરાગ્યનું સ્વરૂપ : વિષયો બે પ્રકારના છે – (૧) દષ્ટ વિષય અને (૨) આનુશ્રાવિક વિષય.
પાંચ ઇન્દ્રિયોના વિષયો દષ્ટ વિષય છે અને દેવલોકાદિ આનુશ્રાવિક વિષયો છે. તે બંને પરિણામથી અસુંદર છે. તેનું નિર્મળ બુદ્ધિના કારણે જેમને દેખાય છે તેમને વિષયો પ્રત્યે વિતૃષ્ણા થાય છે અને તેવા જીવોને વશીકાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે=“આ વિષયો મને વશ છે, હું તેમને વશ નથી” એ પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થાય છે તે વૈરાગ્ય છે.
આનાથી એ ફલિત થાય છે કે, બાહ્ય દુષ્ટ એવા વિષયોમાં તૃષ્ણા રાખવાથી પાપ બંધાય છે