________________
છo
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૬ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | સૂત્ર-૨૦ બહુમાનભાવ વૃદ્ધિ પામે તે રીતે ઉપાસના કરે તો તેના કારણે તે અવસ્થાની પ્રાપ્તિના ઉપાયરૂપ જે કોઈ ઉચિત કિયા તે જીવ કરે તેનાથી સિદ્ધભાવને અભિમુખ વિશેષ-વિશેષતર પ્રકારના પરિણામ તે જીવને પ્રાપ્ત થાય છે. તેથી તત્ત્વનો બોધ કરીને મહાત્માઓ સિદ્ધભગવંતના અભિમુખભાવની વૃદ્ધિ અર્થે તેમની ઉપાસના કરે છે. વળી પાતંજલદર્શનકાર કહે છે તે પ્રમાણે પ્રલયકાળમાં સર્વજીવોના અનુગ્રહ કરવાની ઇચ્છાવાળા ઈશ્વર સ્વીકારવાથી તે ઈશ્વરને રાગી સ્વીકારવા પડે અને જે રાગી હોય તે દ્વેષી પણ હોય છે તેથી તેવા રાગ-દ્વેષી ઈશ્વર ઉપાસ્ય સ્વીકારી શકાય નહીં અર્થાત્ સંસારીજીવો પણ રાગી-પી છે, તેથી જેમ આરાધ્ય નથી તેમ સંસારીજીવો જેવા જ રાગી-ષી ઈશ્વરને આરાધ્ય સ્વીકારી શકાય નહીં. વિશેષાર્થ:
સામાન્યથી ઉપાસ્ય તીર્થકર ભગવંતો છે, એ પ્રકારની જૈનશાસ્ત્ર અનુસાર પ્રસિદ્ધિ છે આથી જ અરિહંતભગવંતને દેવ કહીને તેમની ઉપાસના કરાય છે. તે નિયમ પ્રમાણે ઈશ્વર તરીકેની પ્રસિદ્ધિ તીર્થંકરદેવમાં થાય છે. તેને છોડીને ગ્રંથકારશ્રીએ ઉપાસ્ય એવા ઈશ્વર તરીકે સિદ્ધને કેમ ગ્રહણ કર્યા? તેનું તાત્પર્ય એ છે કે, આત્માની શુદ્ધ અવસ્થા આત્મા માટે પ્રાપ્તવ્ય છે, આથી જ સિદ્ધઅવસ્થા આત્મા માટે ઉપાય છે અને તીર્થંકરભગવંતો પણ તત્ત્વકાયઅવસ્થાથી ઉપાય સ્વીકારીએ ત્યારે સિદ્ધઅવસ્થારૂપે જ ઉપાસ્ય પ્રાપ્ત થાય છે. આમ છતાં કર્મકાયઅવસ્થામાં તીર્થકરો સિદ્ધભગવંતોને ઓળખાવનારા છે. અને સિદ્ધાવસ્થાની પ્રાપ્તિનો સૂક્ષ્માર્ગ જીવોની યોગ્યતા અનુસાર બતાવનાર છે, અને તે માર્ગ ઉપર ચાલનારા જીવોને ધર્મસારથિ તુલ્ય નિમિત્તરૂપ અવલંબનરૂપ બને છે તેથી પરમગુરુ છે માટે કર્મકાય અવસ્થાથી ભગવાન પરમગુરુરૂપે ઉપાય છે. ઉપદેશક એવા સાધુભગવંતો ગુરુરૂપે ઉપાય છે અને જીવને પ્રાપ્તવ્ય અવસ્થારૂપે તો તીર્થકરો પણ સિદ્ધઅવસ્થારૂપે ઉપાસ્ય છે, તેથી જગતના જીવો માટે ઉપાસ્ય એવા સિદ્ધભગવંતો છે, અન્ય કોઈ ઉપાસ્ય નથી. અવતરણિકા :
ઈશ્વરના સ્વરૂપનો વાચક શબ્દ બતાવે છે – સૂત્રઃ
તસ્ય વીર: પ્રવ: ૬-૨૭
સૂત્રાર્થ :
ઈશ્વરનો વાચક પ્રણવ છે. II૧-૨ણા ટીકા :
'तस्येति' इत्थमुक्तस्वरूपस्येश्वरस्य वाचकोऽभिधायकः, प्रकर्षेण नूयते स्तूयतेऽनेनेति नौति स्तौतीति वा प्रणव ओङ्कारस्तयोश्च वाच्यवाचकभावलक्षणः सम्बन्धो नित्यः सङ्केतेन