________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૩૦-૩૧ (૬) અવિરતિ : અવિરતિ નામના ચિત્તવિક્ષેપમાં ઇન્દ્રિયોના વિષયોના સંપ્રયોગરૂપ-સંબંધરૂપ, ગૃદ્ધિભાવ=આસક્તિ છે. તેથી જે યોગી સમાધિની નિષ્પત્તિ અર્થે જપાદિમાં ઉદ્યમ કરતા હોય, ચિત્તમાં જડતા ન હોય આમ છતાં ઇન્દ્રિયોના વિષયોમાં ઉત્સુકતાને કારણે જપાદિમાં થતો યત્ન સમાધિના અનુકૂળ વ્યાપારમાં પ્રવૃત્ત હોવા છતાં વારંવાર વિષયોને અભિમુખ ચિત્તના ગમનને કારણે સમાધિને અનુકૂળ વ્યાપાર સમ્યગૂ થતો નથી તેથી અવિરતિ સમાધિમાં અંતરાયરૂપ છે.
(૭) ભ્રાંતિદર્શન : શુક્તિમાં રજતની જેમ વિપરીત બોધ ભ્રાંતિ છે, તેથી જે યોગીઓને આત્મકલ્યાણ અર્થે જપાદિની પ્રવૃત્તિ ઇષ્ટ જણાય છે છતાં તે જપાદિ દ્વારા કયા ભાવો સાધ્ય છે તેનો માર્ગાનુસારી બોધ નથી પરંતુ માત્ર બાહ્ય જપથી જ સાધ્યની સિદ્ધિ થશે તેવો બોધ છે માટે વિપરીત જ્ઞાન વર્તે છે તેના કારણે જપાદિના બળથી પણ સમાધિને અનુકૂળ યત્ન થતો નથી, તેથી ઉત્તરોત્તર ગુણસ્થાનકની વૃદ્ધિરૂપ સમાધિ પ્રાપ્ત થતી નથી માટે ભ્રાંતિદર્શન સમાધિમાં અંતરાયરૂપ છે.
(૮) અલબ્ધભૂમિકત્વ : કોઈ યોગી સમાધિ અર્થે જે અનુષ્ઠાન સેવવા માટે તત્પર થયેલા હોય, તે અનુષ્ઠાનને અનુકૂળ સમાધિની ભૂમિ પ્રાપ્ત થયેલી ન હોય તો તે અનુષ્ઠાન દ્વારા પણ તે પ્રકારની ગુણસ્થાનકની વૃદ્ધિરૂપ સમાધિ પ્રગટ થતી નથી. જેમ સર્વવિરતિને અનુરૂપ ચિત્તની ભૂમિકારૂપ સમાધિ પ્રાપ્ત થયેલી ન હોય તો સર્વવિરતિના અનુષ્ઠાનથી ઉત્તરોત્તરની ભૂમિકાની પ્રાપ્તિરૂપ સમાધિ પ્રાપ્ત થતી નથી તેથી અલબ્ધભૂમિકત્વ સમાધિમાં અંતરાયરૂપ છે.
(૯) અનવસ્થિતત્વઃ લબ્ધભૂમિકા હોવા છતાં પણ ચિત્તની ત્યાં અપ્રતિષ્ઠા. કોઈ યોગીએ ઉચિત અનુષ્ઠાનને સેવીને તે તે પ્રકારની સમાધિને અનુકૂળ વ્યાપાર કરીને વિશિષ્ટ સમાધિ પ્રાપ્ત કરી શકે તેવી ભૂમિકા પ્રાપ્ત કરી છે અને તે ભૂમિકા પ્રાપ્ત કર્યા પછી તે સમાધિના ઉપાયભૂત અનુષ્ઠાનમાં યત્ન કરે આમ છતાં ચિત્ત ત્યાં વ્યાપારવાળું ન થાય તો અનવસ્થિતપણારૂપ ચિત્તનો વિક્ષેપ પ્રાપ્ત થાય છે માટે અનવસ્થિતત્વ સમાધિમાં અંતરાયરૂપ છે. ભિક્ષાની ક્રિયામાં લબ્ધભૂમિકત્વ હોવા છતાં અનવસ્થિતત્વચિત્તનો વિક્ષેપ સમાધિમાં અંતરાયસ્વરૂપ:
જેમ કોઈ મહાત્મા શાસ્ત્રથી યથાર્થ બોધ કરીને ભિક્ષા અર્થે ગયેલા હોય અને ભિક્ષાની પ્રવૃત્તિથી સંયમના કંડકોની વૃદ્ધિ કઈ રીતે થાય છે તેનો તેમને બોધ છે અને અત્યંત અવધાનપૂર્વક તેઓ યત્ન કરે તો ભિક્ષા લાવવાની ક્રિયા દ્વારા સમભાવની વૃદ્ધિના કંડકોને પ્રાપ્ત કરી શકે તેવા છે, તેથી તેઓ લબ્ધભૂમિકાવાળા છે, આમ છતાં કોઈક પ્રકારની અજાગૃતિના પરિણામને કારણે ભિક્ષા લાવવાના કાળમાં ચિત્ત તે પ્રકારના વ્યાપારવાળું ન બને તો ભિક્ષા લાવવાની ક્રિયાથી સંયમના કંડકોની વૃદ્ધિ થાય નહીં, તેથી અનવસ્થિતપણું સમાધિમાં અંતરાયરૂપ છે. II૧-૩૦ના અવતરણિકા :
चित्तविक्षेपकारकान् अन्यानप्यन्तरायान्प्रतिपादयितुमाह -