________________
૮૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૩૦ अलब्धभूमिकत्वं कुतश्चिन्निमित्तात्समाधिभूमेरलाभोऽसम्प्राप्तिः, अनवस्थितत्वं लभ्धायामपि भूमौ चित्तस्य तत्राप्रतिष्ठा , त एते समाधेरेकाग्रताया यथायोगं प्रतिपक्षत्वादन्तराया इत्युच्यन्ते I૬-૩૦ || ટીકાર્ય :
નવ ..... ઉચ્ચત્તે . રજ અને તેમના બળથી પ્રવર્તતા એવા આFસૂત્રમાં કહા એ, નવ ચિત્તના વિક્ષેપો થાય છે. એકાગ્રતાના વિરોધી એવા તેઓ વડે વિક્ષેપો વડે, ચિત્ત વિક્ષિપ્ત થાય છે એ પ્રમાણે અર્થ જાણવો.
ત્યાં વ્યાધિ વગેરે અંતરાયમાં, ધાતુના વૈષમ્યનિમિત્ત વરાદિ વ્યાધિ છે, ચિત્તની અકર્મણ્યતા કાર્ય કરવાની અક્ષમતા, સ્યાનસ્થાન નામનો અંતરાય છે, ઉભયકોટિના આલંબનવાનું જ્ઞાન સંશય છે. કેવા પ્રકારનું ઉભયકોટિનું જ્ઞાન યોગમાર્ગમાં સંશય છે તે સ્પષ્ટ કરે છે – યોગ સાધ્ય છે કે નહીં ? એ પ્રકારનો સંશય છે. અનવધાનતા અનાભોગ એ પ્રમાદ છે. પ્રમાદનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે –
સમાધિના સાધનોમાં ઉદાસીનપણું પ્રમાદ છે. કય અને ચિત્તનું ગુરુપણું આલસ્ય-આળસ છે, તે આલસ્ય યોગવિષયમાં પ્રવૃત્તિના અભાવનો હેતુ છે. વિષયમાં સંપ્રયોગસ્વરૂપ-સંબંધસ્વરૂપ, ચિત્તની વૃદ્ધિ-તૃષ્ણા, અવિરતિ છે. શક્તિમાં રજાની પ્રતીતિસમાન વિપર્યયજ્ઞાન-વિપરીતજ્ઞાન, ભ્રાન્તિદર્શન છે.
કોઈક નિમિત્તથી સમાધિની ભૂમિનો અલાભ-અસંપ્રાપ્તિ પ્રાપ્તિ ન થવી તે, અલબ્ધભૂમિકત્વ છે. લબ્ધ પણ પ્રાપ્ત પણ ભૂમિ હોતે છતે સમાધિની ભૂમિ પ્રાપ્ત થવા છતાં પણ, ચિત્તની ત્યાં=સમાધિની ભૂમિમાં અર્થાત્ સમાધિને અનુકૂળ વ્યાપારમાં, અપ્રતિષ્ઠા અનવસ્થિતત્ત્વ છે.
એકાગ્રતાનું એકાગ્રતારૂપ સમાધિનું, યથાયોગ પ્રતિપક્ષપણું હોવાથી તે આ પૂર્વમાં વર્ણન કર્યા એ વ્યાધિ વગેરે, અંતરાયો છે, એ પ્રમાણે કહેવાય છે. ll૧-૩૦|| ભાવાર્થ : સમાધિમાં અંતરાયભૂત વ્યાધિ વગેરે ચિત્તના વિક્ષેપોનું સ્વરૂપ :
ચિત્તના વિક્ષેપો રાગ-દ્વેષના પરિણામથી પ્રવર્તે છે, તેથી તે ચિત્તના વિક્ષેપો આત્માને પોતાના સ્વરૂપમાં એકાગ્રતાની પ્રાપ્તિમાં વિરોધી બને છે, માટે સમાધિની પ્રાપ્તિમાં તેઓને અંતરાય કહેવામાં આવે છે અને તે ચિત્તના વિક્ષેપો નવ પ્રકારના છે તે ક્રમસર બતાવે છે.