________________
૮૧
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૯-૩૦ તેવી ચેતનાનો બોધ ઈશ્વરના જપથી થાય છે અને યોગમાર્ગમાં જવામાં વિજ્ઞભૂત એવા અંતરાયોનો અભાવ થાય છે. વિશેષાર્થ :
પ્રત્યચેતના એટલે મોહથી અનાકૂળ ચેતના. જે યોગીઓ ઑકારશબ્દથી વાચ્ય મોહથી અનાકૂળ એવા સિદ્ધનાસ્વરૂપને ઉપસ્થિત કરીને કારનો જપ કરે છે અને જપકાળમાં સિદ્ધના સ્વરૂપને ફરી ફરી ચિત્તમાં ભાવન કરે છે તે મહાત્માને સર્વકર્મ રહિત એવી શુદ્ધ ચેતનાનો પૂર્વ પૂર્વ કરતા અધિક સ્પષ્ટ-સ્પષ્ટતર બોધ થાય તેવું જ્ઞાન થાય છે.
આવા યોગીઓને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવા માટે વ્યાઘાતક એવા અંતરંગ કર્મરૂપ અંતરાયો, ચિત્તના અસ્થર્યરૂપ અંતરાયો અને બહિરંગ વ્યાધિ વગેરે અંતરાયો દૂર થાય છે, તેથી તે યોગી સુખપૂર્વક ઉત્તર ઉત્તરના યોગમાર્ગને એવી શકે છે. I૧-૨લા અવતરણિકા :
अथ केऽन्तराया इत्याशङ्कायामाह - અવતરણિકાર્ય :
પાતંલયોગસૂત્ર ૧-૨૯માં કહ્યું કે, ઈશ્વરની ઉપાસનાથી અંતરાયોનો ક્ષય થાય છે તેથી હવે તે અંતરાયો કયા છે ? એ પ્રકારની આશંકામાં કહે છે – સૂત્ર : व्याधिस्त्यानसंशयप्रमादालस्याविरतिभ्रान्तिदर्शनालब्धभूमिकत्वानवस्थितવાનિ વિત્તવિક્ષેપાસ્તંન્તરાયા: ૨-૩ |
સૂત્રાર્થ :
વ્યાધિ, ત્યાન જડતા, સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ, બ્રાનિદર્શન, અલબ્ધભૂમિકત્વ અને અનવસ્થિતત્વ ચિત્તના વિક્ષેપો તે અંતરાયો છે સમાધિના વિપ્નો છે. I૧-3oll ટીકા : ___ 'व्याधीति'-नवैते रजस्तमोबलात्प्रवर्तमानाश्चित्तस्य विक्षेपा भवन्ति, तैरेकाग्रताविरोधिभिश्चित्तं विक्षिप्यत इत्यर्थः, तत्र व्याधिर्धातुवैषम्यनिमित्तो ज्वरादिः, स्त्यानमकर्मण्यता चित्तस्य, उभयकोट्यालम्बनं ज्ञानं संशयो योगः साध्यो न वेति, प्रमादो-अनवधानता समाधिसाधनेष्यौदासीन्यम्, आलस्य कायचित्तयोर्गुरुत्वं योगविषये प्रवृत्त्यभावहेतुः, अविरतिः-चित्तस्य विषयसम्प्रयोगात्मा गर्धः, भ्रान्तिदर्शनं-शुक्तिकायां रजतवद्विपर्ययज्ञानम्,