________________
૮૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૯
અવતરણિકા :
उपासनायाः फलमाह - અવતરણિકાર્ય :
પાતંજલ યોગસૂત્ર ૧-૨૮માં ઈશ્વરની ઉપાસના બતાવી. હવે પ્રસ્તુત સૂત્રમાં ઈશ્વરની ઉપાસનાના ફળને કહે છે – સૂત્ર :
તત: પ્રત્યક્ષતનાથમોધ્યન્તરયામાવશ ૭-૨ સૂત્રાર્થ :
તેનાથી=પ્રણવના જપથી અને પ્રણવથી વાચ્ય અર્થના ભાવનથી પ્રત્યક ચેતનાનો અધિગમ થાય છે અને અંતરાયનો અભાવ થાય છે. II૧-૨૯ll ટીકા :
'तत इति'-तस्माज्जपात्तदर्थभावनाच्च योगिनः प्रत्यक्चेतनाधिगमो भवति-विषयप्रातिकूल्येन स्वान्तःकरणाभिमुखमञ्चति या चेतना दृक्शक्तिः सा प्रत्यक्चेतना तस्या अधिगमो ज्ञानं भवति, अन्तराया वक्ष्यमाणास्तेषामभावः शक्तिप्रतिबन्धोऽपि भवति ॥१-२९॥ ટીકાર્ય :
તમ્મન્ ... અર્થાત | તેનાથી જપથી અને જપથી વાચ્ય એવા ઈશ્વરરૂપ અર્થના ભાવનથી યોગીઓને પ્રત્યક્રચેતનાનો બોધ થાય છે અર્થાત્ જે ચેતના દેશક્તિ વિષયના પ્રતિકૂળપણાથી સ્વઅંત:કરણને અભિમુખ થાય છે તે પ્રત્યક ચેતના છે તેનો પ્રત્યચેતનાનો, અધિગમ=બોધ, થાય છે. વક્ષ્યમાણ સ્વરૂપવાળા આગળમાં ક્લેવાશે તે સ્વરૂપવાળા અંતરાયો, તેઓનો=અંતરાયોનો, અભાવ શક્તિનો પ્રતિબંધ પણ, થાય છે. ll૧-૨૯IL ભાવાર્થ : ઈશ્વરની ઉપાસનાના ફળનું સ્વરૂપ :
કોઈ મહાત્મા કાર શબ્દ ઈશ્વરના સ્વરૂપનો વાચક છે તેવો બોધ કરીને ઈશ્વરના સ્વરૂપને શાસ્ત્રથી જાણીને કારનો જપ કરે અને જપકાળમાં ઈશ્વરના સ્વરૂપથી આત્માને ભાવિત કરે તો તેનાથી તે મહાત્માને પ્રત્યક ચેતનાનું જ્ઞાન થાય છે.
પ્રત્યચેતના શું છે તે સ્પષ્ટ કહે છે – વિષયના પ્રતિકૂળપણાથી સ્વ:અંતઃકરણને અભિમુખ જે દફશક્તિ છે તે પ્રત્યચેતના છે અને