________________
૦૮
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૦-૨૮ प्रकाश्यते न तु केनचित् क्रियते, यथा पितापुत्रयोविद्यमान एव सम्बन्धोऽस्यायं पितास्यायं पुत्र इति केनचित् प्रकाश्यते ॥१-२७॥ ટીકાર્ય :
તતિ-રૂસ્થમ્ . પ્રશ્નાતે છે તેનો આ પ્રમાણે ક્લેવાયેલા સ્વરૂપવાળા ઈશ્વરનો, વાચક અભિઘાયક, પ્રણવ શબ્દ છે.
પ્રણવ શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે –
પ્રકર્ષથી સ્તુતિ કરાય છે આના વડે એ પ્રણવ છે અથવા જે શબ્દ સ્તુતિ કરે છે તે પ્રણવ છે અને તે પ્રણવ ઓંકારરૂપ છે અને તે બેનો ઈશ્વર અને કારરૂપ પ્રણવનો, વાચ્યવાચકભાવસ્વરૂપ સંબંધ નિત્ય સંકેત દ્વારા પ્રકાશન થાય છે, પરંતુ કોઈના વડે સંકેત કરાતો નથી.
જે પ્રમાણે-પિતા અને પુત્રનો વિદ્યમાન જ સંબંધ આનો આ પિતા છે આનો=આ પિતાનો, આ પુત્ર છે એ પ્રમાણે કોઈક્ના વડે પ્રકાશન કરાય છે. તે પ્રમાણે ઈશ્વરનો પ્રણવ સાથેનો સંબંધ કોઈના વડે પ્રકાશન કરાતો નથી પરંતુ નિત્ય પ્રકાશન થાય છે. ll૧-૨૭મી અવતરણિકા :
उपासनमाह - અવતરણિકાર્ય :
ઈશ્વરની ઉપાસનાને બતાવે છે – સૂત્ર :
तज्जपस्तदर्थभावनम् ॥१-२८॥
સૂત્રાર્થ :
તેમનો જપ ઈશ્વરનો જપ અને તેમના વાર્થનું ભાવન=ઈશ્વરના અર્થનું ભાવન, ઉપાસન છે. ll૧-૨૮II ટીકાઃ
'तज्जप इति'-तस्य-सार्धत्रिमात्रस्य प्रणवस्य, जपो यथावदुच्चारणं तद्वाच्यस्य चेश्वरस्य भावनं पुनः पुनश्चेतसि विनिवेशनमेकाग्रताया उपायः, अतः समाधिसिद्धये योगिना प्रणवो जप्यस्तदर्थ ईश्वरश्च भावनीय इत्युक्तं भवति ॥१-२८॥ ટીકાર્ય :
તણ ...મવતિ તેનોનસાઈ ત્રિમાત્રાવાળા એવા પ્રણવનો=અઢીમાત્રાવાળા એવા પ્રણવનો