________________
os
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૬ની ઉપા. મ.સા.ની ટિપ્પણી જગતના કર્તા એવા સર્વથા એક પુરુષને ઈશ્વરરૂપે સ્વીકારવામાં જગતના સર્જનના કારણ એવા શરીરની બળાત્કારે પાતંજલદર્શનકારને પ્રાપ્તિ
આ રીતે કેવા ઈશ્વર ઉપાસ્યરૂપે સ્વીકારી શકાય તે સ્વસિદ્ધાંત અનુસાર ન દષ્ટિથી પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે સ્થાપન કર્યું. હવે જગતના કર્તા એવા સર્વથા એક પુરુષને ઈશ્વરરૂપે સ્વીકારવામાં આવે તો શું દોષ આવે છે ? તે બતાવે છે –
પતંજલિઋષિ કોઈ ન વિશેષથી નહિ પરંતુ સર્વદષ્ટિથી જગતના કર્તા એક પુરુષને સ્વીકારે છે. અને તેમ સ્વીકારવામાં આવે તો જગતના કારણ એવા જગતના સર્જનના કારણ એવા, શરીરની પણ બળાત્કારે પ્રાપ્તિ થાય; કેમ કે કાર્યત્વ અને સકતૃત્વની જેમ વ્યાપ્તિ પ્રાપ્ત થાય છે તેમ કાર્યત્વ અને શરીરજન્યત્વની વ્યાપ્તિ પણ કરી શકાય છે.
આનાથી એ ફલિત થાય છે કે , સંસારમાં કોઈકના પ્રયત્નથી કાર્ય થાય છે તેમ દેખાય છે તેમ શરીરધારી એવા કોઈકના પ્રયત્નથી પણ કાર્ય થતું દેખાય છે તેથી જે સ્થાનમાં કાર્ય કરનાર અન્ય કોઈ દેખાતું નથી તે સ્થાનમાં તે કાર્ય કરનાર ઈશ્વર છે તેમ જગકર્તા ઈશ્વરને સ્વીકારનાર કહે છે તેથી તે કાર્ય કરનાર કોઈ શરીરધારી પુરુષ પણ છે તેમ પણ તેઓએ સ્વીકારવું જોઈએ; કેમ કે શરીરથી કાર્ય થઈ શકે છે એ પ્રકારે અનુભવથી દેખાય છે. માટે જે સ્થાનમાં કાર્ય કરનાર કોઈ પુરુષ દેખાતો નથી તેવા ક્ષિતિ આદિ કાર્યના કર્તા ઈશ્વર છે એમ સાંખ્યદર્શનકાર માને છે તેમ તે ક્ષિતિ આદિ કાર્યના કરનાર કોઈ શરીરધારી પુરુષ પણ છે તેમ પણ તેઓએ માનવું જોઈએ. એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. અપુનબંધકાદિ અવસ્થાને ઉચિત સદાચારનો લાભ જ સિદ્ધ ભગવાન એવા ઈશ્વરનો અનુગ્રહઃ
અહીં પ્રશ્ન થાય કે, ઉપાસ્ય એવા સિદ્ધભગવંતોને ઈશ્વર સ્વીકારવામાં આવે તો તેઓની ઉપાસના કરવાથી જીવો ઉપર તેઓનો કેવો અનુગ્રહ થાય છે કે જેથી તે ઉપાસનાના બળે તેઓને ફળની પ્રાપ્તિ થાય. તે બતાવવા અર્થે કહે છે –
સિદ્ધભગવંતો વીતરાગ છે, તેથી તેઓને કોઈના પ્રત્યે અનુગ્રહ કરવાની વૃત્તિ નથી. આમ છતાં સિદ્ધભગવંતની ઉપાસના કરનારને જે અપુનબંધકાદિને ઉચિત એવા સદાચારનો લાભ છે. તે લાભ જ તેમનો અનુગ્રહ છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, સાક્ષાત્ સિદ્ધઅવસ્થા ઉપાય છે એવું કોઈ જ્ઞાન જેમને નથી અને સિદ્ધભગવંતની ઉપાસના કરવા માટે એવો કોઈ યત્ન જેમણે કર્યો નથી. આમ છતાં હાથીના ભવમાં મેઘકુમારના જીવને ‘દુ:વ્રિતપુ યાત્યામ્' ઇત્યાદિ જે અપુનબંધકાદિને ઉચિત આઘભૂમિકાનો પરિણામ થયો તે સિદ્ધઅવસ્થાને અભિમુખ થયેલો જીવનો પરિણામ છે અને તેના પરિણામની પ્રાપ્તિ તે સિદ્ધના જીવોનો આઘભૂમિકાનો અનુગ્રહ છે, આવા પ્રકારનો આઘભૂમિકાનો સિદ્ધભગવંતનો અનુગ્રહ પ્રાપ્ત થયા પછી આ સિદ્ધભગવંતો ઉપાય છે, તેવી બુદ્ધિથી કોઈ તેમના પ્રત્યેનો