________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૩૨
અવતરણિતાર્થ :
પાતંલયોગસૂત્ર-૧-૩૦માં ચિત્તના વિક્ષેપો બતાવ્યાં અને સૂત્ર ૧-૩૧માં તે વિક્ષેપોને કરનારા ઉપદ્રવો બતાવ્યા. હવે ઉપદ્રવ સહિત વિક્ષેપોના પ્રતિષેધ માટે ઉપાયાંતરને કહે છે સૂત્ર ૧-૩૧માં તે વિક્ષેપોના પ્રતિષેધનો ઉપાય અભ્યાસ અને વૈરાગ્ય બતાવ્યો, હવે અન્ય ઉપાય બતાવે છે –
સૂત્ર :
तत्प्रतिषेधार्थमेकतत्त्वाभ्यासः ॥१-३२॥ સૂત્રાર્થ :
તેના પ્રતિષેધ માટે વિક્ષેપોના પ્રતિષેધ માટે, એકતત્વમાં અભ્યાસ કરવો જોઈએ અર્થાત કોઈ એકવિષયમાં ચિત્તનું ફરી ફરી સ્થાપન કરવું જોઈએ. ll૧-૩શા ટીકા? ___ 'तदिति'-तेषां-विक्षेपाणां प्रतिषेधार्थमेकस्मिन् कस्मिंश्चिदभिमते तत्त्वेऽभ्यासश्चेतसः पुनः पुनर्निवेशनं कार्यः, यद्वलात् प्रत्युदितायामेकाग्रतायां विक्षेपाः प्रणाशमुपयान्ति
ટીકાર્ય :
તેષ .... ૩૫ત્તિ | તેઓનો વિક્ષેપોનો, પ્રતિષેધ કરવા માટે અર્થાત્ નિવારણ માટે, કોઈક અભિમત એવા એકતત્ત્વમાં અભ્યાસ કરવો જોઈએ=ચિત્તનું ફરી ફરી સ્થાપન કરવું જોઈએ. જેના બળથી-એકતત્ત્વના અભ્યાસના બળથી, પ્રગટ થયેલી એકાગ્રતામાં વિક્ષેપો પ્રકાશને પ્રકૃષ્ટ નાશને, પામે છે. ||૧-૩૨ા. ભાવાર્થ : સોપદ્રવ વિક્ષેપોના નાશ માટે અન્ય ઉપાય:
યોગમાર્ગની પ્રવૃત્તિમાં ચિત્તના વિક્ષેપો ઉત્તરોત્તરની ભૂમિકામાં જવા માટે અંતરાયભૂત છે અને તે વિક્ષેપોને દૂર કરવા માટે યોગીપુરુષોએ કોઈ એકતત્ત્વમાં ચિત્તને સ્થાપન કરવા માટે અભ્યાસ કરવો જોઈએ ફરી ફરી તે તત્ત્વનું ભાવન કરવું જોઈએ. જેના બળથી આત્મામાં એકાગ્રતા આવે છે, તેથી ચિત્તના વિક્ષેપો નાશ પામે છે. જેનદર્શનાનુસાર ચિત્તના વિક્ષેપોના નાશ માટે ઉપાય:
જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર ચિત્તના વિક્ષેપોને દૂર કરવા માટે અરિહંત, સિદ્ધ, સાધુ કે પ્રવચનમાંથી કોઈક એક તત્ત્વનું અવલંબન લઈને શ્રુતના બળથી તેના સ્વરૂપમાં ફરી ફરી ચિત્તને