________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર-૩૧
અવતરણિકાર્ય :
ચિત્તના વિક્ષેપને કરનારા નવ અંતરાયો પાતંજ્લયોગસૂત્ર-૧-૩૦માં બતાવ્યા. હવે ચિત્તના વિક્ષેપને કરનારા અન્ય પણ અંતરાયોને પ્રતિપાદન કરવા માટે=હેવા માટે, ક્લે છે
સુત્ર ઃ
दुःखदौर्मनस्याङ्गमेजयत्वश्वासप्रश्वासाविक्षेपसहभुवः ॥ १- ३१ ॥
સૂત્રાર્થ :
દુઃખ, દૌર્મનસ્ય, અંગમેજ્યત્વ=શરીરનું કંપનપણું, શ્વાસ, પ્રશ્વાસ વિક્ષેપની સાથે રહેનારા
છે. ||૧-૩૧॥
૮૫
ટીકા :
'दुःखेति' - कुतश्चिन्निमित्तादुत्पन्नेषु विक्षेपेषु एते दुःखादयः प्रवर्तन्ते, तत्र दुःखं - चित्तस्य राजसः परिणामो बाधनालक्षणः, यद्वाधात् प्राणिनस्तदपघाताय प्रवर्तन्ते दौर्मनस्यं= बाह्याभ्यन्तरैः कारणैर्मनसो दौःस्थ्यम्, अङ्गमेजयत्वं सर्वाङ्गीणो वेपथुः आसनमनः स्थैर्यस्य વાધા:, प्राणो= यद् बाह्यं वायुमाचामति स श्वास:, यत् कौष्ठ्यं वायुं निःश्वसिति स प्रश्वासः, त एते विक्षेपैः सह प्रवर्तमानाः यथोदिताभ्यासवैराग्याभ्यां निरोद्धव्या इत्येषामुपदेशः
૫-૨૬૫
ટીકાર્ય :
વૃશ્ચિક્ .... ઉપવેશ: ॥ કોઈક નિમિત્તથી ઉત્પન્ન થયેલા વિક્ષેપમાં આ દુ:ખાદિ પ્રવર્તે છે, તેથી દુ:ખાદિ વિક્ષેપના સહભ્=સાથે રહેનારા છે, એમ અન્વય છે.
ત્યાં=દુ:ખાદિ વિક્ષેપોમાં, ચિત્તનો બાધના સ્વરૂપ=બાધા ઉપસ્થિત કરવા સ્વરૂપ, રાજ્યપરિણામ દુ:ખ છે. અર્થાત્ ‘આ મારું દુ:ખ દૂર થાવ' એ પ્રકારના દુ:ખના અભાવ પ્રત્યેનો રાગનો પરિણામ છે. જેના બાધથી=જે દુ:ખના બાધથી, જીવો તેને દૂર કરવા માટે પ્રવર્તે છે.
બાહ્ય અને અને અત્યંતર કારણોથી મનનું દુ:સ્થપણું દૌર્મનસ્ય છે.
સર્વ અંગોમાં કંપન જે કંપન આસન અને મનના સ્વૈર્યનો બાધક છે તે અંગમેજ્યપણું છે.
પ્રાણ જે બાહ્ય વાયુનું આચમન કરે છે તે શ્વાસ છે.
જે કૌઠ્ય વાયુનું=પ્રાણવાયુનું નિ:શ્વન કરે છે તે પ્રશ્વાસ છે.
તે આ=સૂત્ર-૩૧માં વર્ણન કર્યા એ દુ:ખાદિ વિક્ષેપની સાથે પ્રવર્તતા યથોદિત=સૂત્ર ૧-૧૨થી ૧૫માં બતાવાયેલ, અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા નિરોધ કરવા યોગ્ય છે એથી આમનો-દુ:ખાદિ વિક્ષેપોનો, ઉપદેશ છે. II૧-૩૧॥