________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર ૧૭-૧૮ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | સૂત્ર-૧૯ ૪૦ જેનદર્શનાનુસાર ક્ષપકશ્રેણિના અંતે કેવલજ્ઞાનના લાભારૂપ અસંપ્રજ્ઞાતસમાધિ :
ક્ષપકશ્રેણિની પરિસમાપ્તિમાં કેવલજ્ઞાનનો લાભ છે તે અસંપ્રજ્ઞાતસમાધિ છે. કેમ કેવલજ્ઞાન વખતે અસંપ્રજ્ઞાતસમાધિ છે ? તેથી કહે છે –
ગ્રાહ્ય એવા બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાના આકારવાળી એવી ભાવમનોવૃત્તિઓનો કેવલજ્ઞાનકાળમાં અભાવ હોવાથી અવગ્રહાદિના ક્રમથી કેવલજ્ઞાનમાં સમ્યક્ પરિજ્ઞાનનો અભાવ છે માટે અસંમજ્ઞાતસમાધિ છે.
આશય એ છે કે, કેવલજ્ઞાન થયા પછી જ્ઞાન કરવા અર્થે મનનો વ્યાપાર કેવલીને નથી, પરંતુ જોયનું પ્રકાશન જ્ઞાનાવરણીય કર્મનો વિગમ થવાથી સ્વાભાવિક હોય છે, તેથી છદ્મસ્થ અવસ્થામાં ગ્રાહ્યના ગ્રહણના આકારશાલી એવી ભાવમનોવૃત્તિઓ થાય છે તેવી મનોવૃત્તિઓ કેવલીમાં નથી, માટે જેમ છબસ્થને મતિજ્ઞાન વખતે અવગ્રહાદિના ક્રમથી બાહ્ય પદાર્થોનું જ્ઞાન થાય છે અને સંપ્રજ્ઞાતસમાધિમાં અવગ્રહાદિના ક્રમથી જ થયેલ અવિશ્રુતિરૂપ સમ્યક્ પરિજ્ઞાન વર્તે છે તેવું સમ્યક પરિજ્ઞાન અવગ્રહાદિના ક્રમથી કેવલજ્ઞાનમાં નથી પરંતુ અવગ્રહાદિના ક્રમ વગર સમ્યક્ પરિજ્ઞાન છે માટે સંપ્રજ્ઞાતસમાધિથી વિલક્ષણ એવી અસંપ્રજ્ઞાતસમાધિ કેવલજ્ઞાનકાળમાં છે. આથી જ કેવલીને ભાવમનોવૃત્તિ નથી આથી જ, કેવલીને ભાવ મન દ્વારા થતી સંજ્ઞાનો અભાવ છે અને દ્રવ્યમન દ્વારા થતી સંજ્ઞાનો અભાવ છે; કેમ કે અનુત્તરવાસી દેવોને પૂછાયેલા પ્રશ્નોના સમાધાન દ્રવ્યમનથી કેવલી આપે છે માટે કેવલીને નોસંજ્ઞી’ એ પ્રમાણે કહેવાય છે. અહીં નો’ શબ્દ દેશ નિષેધમાં છે, તેથી અપેક્ષાએ સંજ્ઞી છે અને અપેક્ષાએ અસંજ્ઞી છે એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે. પાતંજલસૂત્રકારે અસંપ્રજ્ઞાતસમાધિનું સંસ્કારશેષરૂપ વિશેષણ આપ્યું એમાં સંસ્કારશેષથી ભવોપગ્રાહી કમશરૂપ સંસ્કારનું ગ્રહણ :
અસંપ્રજ્ઞાતસમાધિનું પ્રસ્તુત પાતંજલસૂત્ર ૧-૧૮માં જ લક્ષણ કરેલ છે ત્યાં અસંપ્રજ્ઞાતસમાધિને સંસ્કારશેષરૂપ કહેલ છે અને કેવલજ્ઞાન વખતે અસંપ્રજ્ઞાતસમાધિ થાય છે, તેથી મતિજ્ઞાનના સંસ્કારો ત્યાં સંભવે નહીં માટે ભવોપગ્રાહકર્માશરૂપ સંસ્કારની અપેક્ષાએ સૂત્રનું વ્યાખ્યાન કરવું એમ પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, કેવલજ્ઞાન વખતે ભવોપગ્રાહી કર્મો વિદ્યમાન છે અને તેનાથી કેવલીનો કાયિક, વાચિકવ્યાપાર વર્તે છે તે ભવોપગ્રહ કર્યો તે પ્રવૃત્તિના કારણભૂત સંસ્કારરૂપ છે. અવતરણિકા:
तदेवं योगस्य स्वरूपं भेदं संक्षेपेणोपायं चाभिधाय विस्तरेणोपायं योगाभ्यासप्रदर्शनपूर्वकं वक्तुमुपक्रमते -