________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૪-૨૫
ઈશ્વરને અનેક સ્વીકારવામાં જગતના કાર્યોની અસંગતિ :
અહીં પ્રશ્ન થાય કે, ઈશ્વર અનેક સ્વીકારીએ તો શું વાંધો છે ? તેથી કહે છે
ઈશ્વર અનેક નથી; કેમ કે જો ઈશ્વર અનેક હોય અને બધા ઈશ્વર તુલ્ય=સમાન શક્તિવાળા હોય અને તે ઈશ્વરો ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા થાય તો જગતનું સર્જનાદિ કાર્યો ઈશ્વર કરે છે તે થઈ શકે નહીં.
ઉત્કર્ષ અને અપકર્ષયુક્તપણું સ્વીકારવામાં ઐશ્વર્યની પરાકાષ્ઠા હોવાથી જે ઉત્કૃષ્ટ છે તેમની જ ઈશ્વર તરીકે સિદ્ધિ :
૬૫
અહીં પ્રશ્ન થાય કે, ઈશ્વર અનેક છે એમ સ્વીકારીએ અને તેઓમાં કેટલાક ઉત્કર્ષવાળા છે અને કેટલાક અપકર્ષવાળા છે, તેમાં જે ઉત્કર્ષવાળા છે તે જગતનું કાર્ય કરે છે તેમ સ્વીકારીએ તો ભિન્ન અભિપ્રાયવાળા પણ તે ઈશ્વરોથી કાર્યની અનુપપત્તિ=અસંગતિ થશે નહીં; કેમ કે જે ઉત્કર્ષવાળા છે તે ઈશ્વર કાર્ય કરી શકશે તેથી કહે છે –
ઈશ્વરને અનેક માનીને કાર્ય કરવા માટે તેમનામાં ઉત્કર્ષ અને અપકર્ષપણું સ્વીકારવામાં આવે તો જે ઉત્કૃષ્ટ છે તે જ ઈશ્વર છે; કેમ કે તે ઈશ્વરમાં જ ઐશ્વર્યનું કાષ્ઠાપ્રાપ્તપણું અર્થાત્ ઐશ્વર્યની પરાકાષ્ઠા છે. ૧-૨૪]
અવતરણિકા :
एवमीश्वरस्य स्वरूपमभिधाय प्रमाणमाह
અવતરણિકાર્ય :
આ પ્રમાણે-સૂત્ર ૧-૨૪માં ઈશ્વરનું સ્વરૂપ બતાવ્યું એ પ્રમાણે ઈશ્વરનું સ્વરૂપ કહીને ઈશ્વરને સ્વીકારવામાં પ્રમાણ બતાવે છે
–
સૂત્ર :
तत्र निरतिशयं सार्वज्ञ्यबीजम् ॥१-२५॥
સૂત્રાર્થ :
ત્યાં=ઈશ્વરમાં, નિરતિશય એવું સર્વજ્ઞત્વનું બીજ ઈશ્વરને સ્વીકારવામાં પ્રમાણ છે.
||૧-૨૫||
ટીકા :
'तत्रेति' - तस्मिन् = भगवति सर्वज्ञत्वस्य यद् बीजमतीतानागतादिग्रहणस्याल्पत्वं महत्त्वं मूलत्वाद् बीजमिव बीजं तत्तत्र निरतिशयं काष्ठां प्राप्तम्, दृष्टा ह्यल्पत्वमहत्त्वादीनां धर्माणां