________________
૦૩
પાતંજલચોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૬ની ઉપા. મ.સા.ની ટિપ્પણી તેમ સ્થાપન કર્યું. હવે પતંજલિઋષિ ઈશ્વરને નિયમુક્ત સ્વીકારે છે તે વચન શબ્દની મર્યાદાથી પણ સંગત નથી તે બતાવે છે – ઈશ્વરને નિત્યમુક્ત સ્વીકારવામાં પાતંજલદર્શનકારને ‘વદતો વ્યાઘાત' દોષની આપત્તિ :
નિયમુક્ત ઈશ્વર છે તેમ કહેવામાં આવે તો મારી માતા વંધ્યા છે.” એ કથનની જેમ વદતો વ્યાઘાત છે. અર્થાત્ બોલાયેલા વચનનો પરસ્પર વિરોધ છે.
કેમ વિરોધ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – મુક્ત શબ્દમાં રહેલ મુન્ ધાતુ બંધનથી મુક્ત અવસ્થાને બતાવે છે તેથી બંધપૂર્વક જ મુક્તિની પ્રાપ્તિ થાય માટે ઈશ્વરને મુક્ત કહેવો હોય તો નિત્ય કહી શકાય નહીં અને એવું ન સ્વીકારવામાં આવે તો ઘટાદિ પદાર્થો બંધન વગરના છે તેમને પણ નિત્યમુક્ત કહેવાની આપત્તિ આવે. કેવલ સત્ત્વનાં અતિશયવાળા નિત્યમુક્ત એવા પુરષવિશેષને ઈશ્વર સ્વીકારવામાં આવે તો કેવલ રજના કે કેવલ તમના અતિશયવાળા કોઈ પુરુષ વિશેષને સ્વીકારવારૂપ કલ્પનાની પાતંજલદર્શનકારને આપત્તિ :
પતંજલિઋષિ ઈશ્વરને નિત્યમુક્ત કહે છે. વળી ઈશ્વરમાં કેવલ સત્ત્વનો અતિશય સ્વીકારે છે. તેથી એ પ્રશ્ન થાય કે, પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને બુદ્ધિમાંથી ચિત્ત ઉત્પન્ન થાય છે. તેવા ચિત્તનો સંયોગ ઈશ્વરને છે, છતાં સંસારી જીવોની જેમ ઈશ્વર પ્રકૃતિને પરતંત્ર નથી પરંતુ સત્ત્વનો ઉત્કર્ષ થયેલો હોવાથી પ્રકૃતિ ઉપર ઈશ્વરનું પ્રભુત્વ છે માટે ઈશ્વર નિત્યમુક્ત છે. તેને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે –
કેવલ સત્ત્વના અતિશયવાળા પુરુષવિશેષરૂપે ઈશ્વરને સ્વીકારવાની કલ્પના કરવામાં આવે તો કેવલ રજના અતિશયવાળા કે કેવલ તેમના અતિશયવાળા કોઈક પુરુષવિશેષ છે તેમ કલ્પના કરવાની આપત્તિ આવે. વસ્તુતઃ પાતંજલદર્શનકાર સંસારી જીવોના ચિત્તમાં રજ, તમ અને સત્ત્વ એમ ત્રણ ગુણો સ્વીકારે છે, તેમાંથી ક્યારેક સત્ત્વનો ઉત્કર્ષ હોય છે, ક્યારેક રજનો ઉત્કર્ષ હોય છે અને ક્યારેક તમનો ઉત્કર્ષ હોય છે એમ સ્વીકાર છે, પરંતુ કેવલ સત્ત્વના ઉત્કર્ષવાળો કોઈ પુરુષ જગતમાં નથી ફક્ત ઈશ્વર જ અનાદિથી કેવલ સત્ત્વના ઉત્કર્ષવાળા છે તેમ સ્વીકારે છે તેને ગ્રંથકારશ્રી કહે છે –
જેમ કેવલ સત્ત્વના ઉત્કર્ષવાળા પુરુષવિશેષ ઈશ્વર છે તેમ કોઈ પુરુષ કેવલ રજના ઉત્કર્ષવાળો હોય કે કોઈ પુરુષ કેવલ તેમના ઉત્કર્ષવાળો હોય તેમ કલ્પના કરવાની આપત્તિ પાતંજલદર્શનકારને આવે છે. ઈશ્વરથી અતિરિક્ત આત્મત્વેના આત્માને અનાદિ સંસારના સંબંધનું કારણ માનવામાં પાતંજલદર્શનકારને ગૌરવની પ્રાપ્તિઃ
પૂર્વમાં કહ્યું કે ઈશ્વરને નિત્યમુક્ત સ્વીકારી શકાય નહીં, આમ છતાં ઈશ્વરને નિત્યમુક્ત સ્વીકારવામાં આવે તો આત્મત્વધર્મથી બધા આત્માઓને અનાદિ સંસારના સંબંધની નિમિત્તપણાની