________________
૦૧
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૬ની ઉપા. મ.સા.ની ટિપ્પણી સિદ્ધના દરેક આત્માઓ પૂર્વમાં કર્મવાળા હતા અને સાધના કરીને મુક્ત થયા છે, તેથી તેઓને ઈશ્વર સ્વીકારીએ તો અનાદિશુદ્ધ કઈ રીતે સ્વીકારી શકાય તેથી કહે છે –
અનાદિશુદ્ધની શ્રદ્ધા પણ=ઈશ્વર અનાદિકાળથી શુદ્ધ છે એ પ્રકારની શ્રદ્ધા પણ, પ્રવાહની અપેક્ષાએ ત્યાં ઋસિદ્ધના આત્મામાં જ, પૂરવી જોઈએ.
યદુ: શ્રી હરિમદ્રાચાર્યો: - જેને પૂ. આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અનાદિર્વિશિકા ૧૨માં કહે છે –
“પણો .... સમi" | “આઈશ્વર અનાદિમાન છે અને શુદ્ધ છે તેથી અનાદિશુદ્ધ છે એ પ્રમાણે પ્રવાહથી યુક્ત છે. અન્યથાપ્રવાહની અપેક્ષાએ અનાદિશુદ્ધ ન માનીએ તો સમ્યક શુદ્ધતા નથી.”
સિદ્ધાનાસાર્વત્રિઋત્વીતુ, પૂર્વમાં કહ્યું કે, સિદ્ધમાં જ ઈશ્વરપણું યુક્ત છે અને તેમાં અનાદિશુદ્ધની શ્રદ્ધા પણ પ્રવાહની અપેક્ષા એ સંગત છે. ત્યાં સિદ્ધના જીવોનું અનેકપણું હોવાથી એક ઈશ્વર એ પ્રકારની શ્રદ્ધા પૂરાતી નથી એ પ્રકારે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે કે, એ પ્રમાણે ન કહેવું; કેમ કે સિદ્ધોથી ઇતરમાં વૃત્તિ એવા અત્યંતાભાવના પ્રતિયોગી એવા અતિશયરૂપ એકત્વનું સિદ્ધોના અનેકાણામાં પણ અબાધ છે અને સંખ્યારૂપ એકત્વનું અપ્રયોજક છે.
અથવા તે પણ ઈશ્વરનું એકત્વ પણ, સમષ્ટિ અપેક્ષાએ જાણવું=સર્વજીવોની અપેક્ષાએ જાણવું; કેમ કે સ્વરૂપ અસ્તિત્વનું અને સાદેશ્ય અસ્તિત્વનાં અવિનિર્ભાગવૃત્તિત્વનું સાર્વત્રિકપણું છે.
આ રીતે સ્વમત્તાનુસાર ઈશ્વર અનાદિ શુદ્ધ અને એક કઈ રીતે સ્વીકારી શકાય તેનું સ્થાપન કર્યું. હવે પાતંજલદર્શનકાર સર્વજીવોથી પૃથક જગતના કર્તારૂપે એક પુરુષને સ્વીકારે છે તે સ્વીકારવામાં શું દોષ આવે છે તે સ્પષ્ટ કરે છે –
નજિતું ..... શક્યત્વતિ, જગતના કર્તા સર્વથા એક પુરુષનો સ્વીકાર કરવામાં પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કોઈક નયદૃષ્ટિથી કહ્યું એ રીતે નહીં, પરંતુ સર્વ પ્રકારે એક પુરુષનો સ્વીકાર કરવામાં, જગતના કારણે એવા શરીરની પણ બલાબળાત્કારે આપત્તિ છે; કેમ કે કાર્યત્વમાં સકર્તકત્વની જેમ શરીરન્યત્વની પણ વ્યાપ્તિનું કહેવા માટે શક્યપણું છે.
રૂતિ શબ્દ કથનની સમાપ્તિસૂચક છે.
આ રીતે પતંજલિઋષિને અભિમત જગત્કર્તા સર્વથા ઈશ્વરરૂપે એક પુરુષનો સ્વીકાર થઈ શકે નહીં તેમ સ્થાપન કર્યું. વળી સ્વસિદ્ધાંત પ્રમાણે સિદ્ધના જીવોને ઈશ્વર સ્વીકારી શકાય તેમ પૂર્વમાં સ્થાપન કર્યું. હવે તેવા ઈશ્વરનો અનુગ્રહ સંસારી જીવો પ્રત્યે કેવા પ્રકારનો સ્વીકારી શકાય ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
તસ્ય .... સંપ: અને તે સિદ્ધભગવંતરૂપ ઈશ્વરનો અનુગ્રહ પણ યોગીઓને અપુનબંધકાદિ અવસ્થાને ઉચિત એવા સદાચારનો લાભ જ છે, પરંતુ અનુજિવૃક્ષારૂપ અનુગ્રહ નથી; કેમ કે તેનું અનુજિવૃક્ષાનું, રાગરૂપપણું છે. અને તેનું રાગનું, કેષસહચરિતપણું છે. અને રાગ-દ્વેષવાળા