________________
૦૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૬ની ઉપા. મ.સા.ની ટિપ્પણી એવા ઈશ્વરનું ઈતરની જેમ અન્ય સંસારી પુરુષોની જેમ અનારાધ્યપણું છે. એ પ્રમાણે સંક્ષેપ છે પતંજલિઋષિના સૂત્ર ૧-૨૬ના કથનના વિષયમાં ગ્રંથકારશ્રીએ અમે કહીએ છીએ એમ જ્હીને પ્રારંભ કરેલા કથનનો સંક્ષેપ છે. ભાવાર્થ : પાતંજલદર્શનકારે સ્વીકારેલ ઈશ્વર કાલથી અનાદિના છે એ કથનનું પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ વડે યુક્તિપૂર્વક નિરસનઃ
પતંજલિઋષિ કહે છે કે, ઈશ્વર આદ્ય સ્રષ્ટા એવા બ્રહ્માદિના પણ ગુરુ છે અને તેમાં તેમણે યુક્તિ આપી કે કાલથી ઈશ્વરનો અનવચ્છેદ છે અર્થાત્ ઈશ્વર અનાદિના છે, માટે અનાદિથી ઈશ્વર એવા તેઓ આદ્ય સ્રષ્ટા એવા બ્રહ્માદિ સર્વેને ઉપદેશ આપનારા છે તે વિષયમાં ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા કહે છે –
ત્યાં પ્રથમ કહે છે કે, ઈશ્વર કાળથી અનાદિ ઈશ્વરરૂપે હોય તો ઈશ્વરનો તે ધર્મ ઈશ્વરની ઉપાસ્યતાનો અવચ્છેદક નથી અર્થાત્ તે ધર્મને કારણે ઈશ્વર ઉપાય બની શકે નહિ તેથી પ્રશ્ન થાય કે, તો કઈ રીતે ઈશ્વર ઉપાસ્ય બની શકે ? તેથી કહે છે –
ઈશ્વરમાં અનાદિનું સર્વશપણું છે તે ઈશ્વરની ઉપાસના સંભવે તોપણ તે દોષક્ષયજન્યતા અવચ્છેદકપણાથી સંભવે અને જે ઈશ્વર દોષનો ક્ષય કરીને સર્વજ્ઞ થયેલા ન હોય અને નિત્યમુક્ત હોય તો તેઓમાં રહેલું સર્વશપણું પણ ઉપાસનાનો વિષય બને નહીં પરંતુ સાક્ષીભાવનો વિષય બને.
આશય એ છે કે, ઉપાસક જીવ ઉપાસ્ય એવા ઈશ્વરની ભક્તિ કરીને તેમાં તન્મય થાય તો ઉપાય એવા ઈશ્વરના જેવું સ્વરૂપ પોતાનામાં છે તે ઈશ્વરના સ્વરૂપમાં તન્મય થયેલા ઉપયોગને કારણે પોતાનામાં આવિર્ભાવ પામે છે, તેથી ઈશ્વર ઉપાસ્ય બને છે. હવે જો ઈશ્વરને સર્વજ્ઞરૂપે સ્વીકારવામાં આવે અને તેમનું સર્વજ્ઞપણું અનાદિનું છે તેમ સ્વીકારવામાં આવે તો તેવું સર્વજ્ઞપણે ઈશ્વરને સાધના દ્વારા દોષોનો નાશ કરીને પ્રાપ્ત થયેલું નથી તેમ માનવું પડે તેવું અનાદિનું સર્વજ્ઞપણું ઉપાસકના આત્મામાં નથી, તેથી તેવા ઈશ્વરની ઉપાસના કરીને તેમાં તન્મયતા આવે તોપણ તેવું સર્વજ્ઞપણું પોતાનામાં પ્રગટ થઈ શકે નહીં.
જેમ-જડ પદાર્થ સાથે કોઈ તન્મય થાય તોપણ ચેતન જડ બને નહીં માટે જડ બનવાના અર્થી માટે પણ જડ પદાર્થ ઉપાસનાનો વિષય બનતો નથી, પરંતુ ઉપાસક માટે જડ પદાર્થો જ્ઞાનના વિષયભૂત છે, તેથી જ્ઞાનના વિષયભૂત પદાર્થો તેના માટે સાક્ષીભાવરૂપ છે. તેમ ઈશ્વરમાં રહેલું સર્વજ્ઞપણું પણ જો દોષોના ક્ષયથી જન્ય ન હોય તો ઉપાસક માટે ઉપાસનાનો વિષય તે સર્વજ્ઞપણું બનતું નથી, પરંતુ જ્ઞાનના વિષયરૂપ બને છે તેથી ઈશ્વરનું સર્વશપણું ઉપાસક માટે સાક્ષીભાવનો વિષય બને છે.
આ રીતે ઈશ્વરને અનાદિ શુદ્ધ સ્વીકારવાથી ઉપાસક માટે ઈશ્વર ઉપાસનાનો વિષય બનતા નથી