________________
Go
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૬ની ઉપા. મ.સા.ની ટિપ્પણી ઈશ્વરની સિદ્ધિમાં સાક્ષીભાવનું અવલંબન કરે છે સર્વજ્ઞપણું ઉપાસ્યતાનું અવચ્છેદક બનતું નથી પરંતુ આત્મા માટે જેમ શેયપદાર્થો સાક્ષીભાવને પ્રાપ્ત કરે છે તેમ ઈશ્વરનું સર્વજ્ઞપણું પણ સાક્ષીભાવને પ્રાપ્ત કરે છે.
નિત્ય મુક્ત ઈશ્વર' એ પ્રકારના અભિયાનમાં થનમાં, વ્યક્ત પ્રગટ જ, વદતો વ્યાઘાત છે તે વચનનો પરસ્પર વિરોધ છે.
કેમ તે વચનનો પરસ્પર વિરોધ છે તેથી કહે છે – મુક્ત શબ્દમાં કુ =મુદ્ ઘાતનું બંધનનું વિશ્લેષાર્થપણું હોવાથી બંધપૂર્વક જ મોક્ષની વ્યવસ્થિત છે.
અન્યથા=બંધપૂર્વક જ મોક્ષની વ્યવસ્થિતિ ન માનવામાં આવે અને ઈશ્વરને નિત્યમુક્ત સ્વીકારવામાં આવે તો ઘટાદિનું પણ નિત્યમુક્તપણે દુર્નિવાર છે ઘટાદિ નિત્યમુક્ત નથી એમ જ્હી શક્યું દુનિર્વાર છે.
આ રીતે ઈશ્વરને નિત્યમુક્ત સ્વીકારવો અસંગત છે તેમ બતાવ્યા પછી પાતંજલદર્શનકાર સત્ત્વના અતિશયવાળા ઈશ્વરને સ્વીકારે છે તે ઉચિત નથી તે બતાવતાં કહે છે –
વનસત્ત્વ પૂરપયા:, અને કેવલ સત્ત્વના અતિશયવાળા પુરુષવિશેષની લ્પનામાં કેવલ રજના અને કેવલ તમના અતિશયવાળા પુરુષની કલ્પનાની આપત્તિ છે.
વળી ઈશ્વરને નિત્યમુક્ત માનીએ તો અન્ય શું દોષ આવે છે તે બતાવે છે –
અને આ રીતે પાતંજલદર્શનકાર ઈશ્વરને નિત્યમુક્ત સ્વીકારે છે એ રીતે, આત્મવાવચ્છેદથી= આત્મત્વધર્મથી, સર્વ આત્માઓને અનાદિ સંસારના સંબંધની ઉપપત્તિ સંગતિ, કેવી રીતે થઈ શકે ? અર્થાત્ ન થઈ શકે.
ઈશ્વરની અતિરિક્ત આત્મત્વથી તે પ્રમાણેની કલ્પનામાં અનાદિ સંસારના સંબંધના નિમિત્તપણાની કલ્પનામાં, ગૌરવ છે.
પાતંજલદર્શનકાર સત્ત્વના ઉત્કર્ષવાળા ઈશ્વરને સ્વીકારે છે તે વાત યુક્ત નથી તે બતાવે છે –
અને કેવલ સત્ત્વના ઉત્કર્ષવાળા અદૃષ્ટ પુરુષની લ્પનામાં તૈયાયિકદિને અભિમત જનિત્યજ્ઞાનાદિના આશ્રય એવા તે ઈશ્વર, કેમ લ્પના કરાતા નથી અર્થાત્ પાતંજલદર્શનકારે નિત્યજ્ઞાનાદિના આશ્રય એવા તૈયાયિકાદિને અભિમત જ ઈશ્વર સ્વીકારવા જોઈએ.
આ રીતે પાતંજલદર્શનકારની ઈશ્વરની માન્યતાવિષયક અનેક દોષો બતાવીને તે સર્વનું નિગમન કરતાં કહે છે –
તે કારણથી પાતંલદર્શનકારની માન્યતા અનુસાર ઈશ્વરને સ્વીકારવાથી ઉપરમાં બતાવેલ દોષોની પ્રાપ્તિ છે તે કારણથી, સકલકર્મથી નિર્મુક્ત એવા સિદ્ધમાં જ ઈશ્વરપણું યુક્ત થાય છે; કેમ કે ઉપાસના માટે ઉપયોગી એવા કેવલજ્ઞાનાદિ ગુણોનો ત્યાં સંભવ છે.
પૂર્વમાં નિગમન કરતાં કહ્યું કે, સિદ્ધના આત્મામાં જ ઈશ્વરપણું યુક્ત છે. ત્યાં પ્રશ્ન થાય કે,