________________
૬૮
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૫-૨૬ સંપન્ન કરે છે તેમ શાસ્ત્રથી જાણી શકાય છે, પરંતુ તે પ્રકારનો પ્રયત્ન કરવા માટે ઈશ્વરને કોઈ પ્રયોજન નથી. એ પ્રકારની શંકાના નિરાકરણ માટે રાજમાર્તડ ટીકાકાર કહે છે – ઈશ્વરનું કારુણિકપણું હોવાથી જીવો ઉપર અનુગ્રહ કરવો એ ઈશ્વરનું પ્રયોજન :
ઈશ્વરનું એવું કાણિકપણું હોવાથી જીવો ઉપર અનુગ્રહ કરવો એ ઈશ્વરનું પ્રયોજન છે, તેથી કલ્પના પ્રલય અથવા મહાપ્રલય આવે છે તેમાં સર્વસંસારી જીવોનો હું ઉદ્ધાર કરીશ એ પ્રકારનો ઈશ્વરનો અધ્યવસાય છે. તે અધ્યવસાયને કારણે ઈશ્વર પુરુષનો પ્રકૃતિ સાથે સંયોગ અને વિયોગ આપાદન=સંપન્ન, કરે છે. ll૧-૨૫ll અવતરણિકા : __ एवमीश्वरस्य प्रमाणमभिधाय प्रभावमाह - અવતરણિકાર્ય :
આ પ્રમાણે સૂત્ર ૧-૨૫માં ઈશ્વરનું પ્રમાણ અર્થાત્ ઈશ્વરને સ્વીકારવામાં પ્રમાણ બતાવ્યું, એ પ્રમાણે, કહીને હવે પ્રભાવ=ઈશ્વરનો પ્રભાવ, કહે છે – સૂત્રઃ
स पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात् ॥१-२६॥
સૂત્રાર્થ :
તે ઈશ્વર, પૂર્વોના પણ અર્થાત આધ ભ્રષ્ટા એવા બ્રહ્માદિના પણ ગુરુ છેકેમ કે કાલથી અનવચ્છેદ-અનાદિ, છે. ll૧-૨૬ll ટીકા : ___ ‘स इति'-आद्यानां स्रष्टणां ब्रह्मादीनामपि स गुरुरुपदेष्टा, यतः स कालेन नावच्छिद्यते,
નાહિત્નીત્, તેષાં પુનરાતિપસ્વીતિ જોનાવચ્છ: I?-રદ્દો ટીકાર્ય :
સદાનાં .... વન્નેનાવછે: આદ્ય સ્રષ્ટા સર્જનહાર એવા બ્રહ્માદિના પણ તે=ઈશ્વર, ગુરુ-ઉપદેખા-ઉપદેશ આપનાર, છે. જે કારણથી તે=ઈશ્વર, કાલથી અવચ્છેદ પામતા નથી; કેમ કે અનાદિપણું છે. વળી તેઓનું બ્રહ્માદિનું આદિમાનપણું હોવાથી કાલથી અવચ્છેદ છે. ll૧-૨૬ll. ભાવાર્થ : ઈશ્વરનો પ્રભાવ :
પાતંજલસૂત્ર ૧-૨૫માં ઈશ્વરની સિદ્ધિ કરી અને તે ઈશ્વર અનાદિકાળથી ઈશ્વર છે, તેથી