________________
૪
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૪ નથી અને સત્ત્વનો ઉત્કર્ષ તથાવિધ ઐશ્વર્યનું કારણ નથી પરંતુ પ્રકૃષ્ટ જ્ઞાન સત્ત્વના ઉત્કર્ષનો અનુમાપક હેતુ છે, આથી જ ઈશ્વરમાં અનાદિથી પ્રકૃષ્ટ જ્ઞાન છે અને અનાદિથી તેવા પ્રકારનું ઐશ્વર્ય છે.
ઈશ્વરનું જ્ઞાન અને ઐશ્વર્ય પરસ્પર અપેક્ષાવાળા નથી તે સ્પષ્ટ કરતાં કહે છે –
ઈશ્વરના સત્ત્વમાં અર્થાત સાત્ત્વિક ચિત્તમાં તે જ્ઞાન અને ઐશ્વર્ય બંને અનાદિભૂત વર્તે છે માટે તે બંનેની પરસ્પર અપેક્ષા નથી અને ઈશ્વરના સત્ત્વમાં જ્ઞાન અને ઐશ્વર્ય અનાદિથી રહેલા છે તે કારણથી ઈશ્વરમાં જેવો સત્ત્વનો ઉત્કર્ષ છે તેવા પ્રકારના સત્ત્વના ઉત્કર્ષની સાથે ઈશ્વરનો અનાદિનો સંબંધ છે. પ્રકૃતિ અને પુરુષના સંયોગ અને વિયોગની ઈશ્વરની ઇચ્છા વગર અસંગતિ હોવાથી ઈશ્વરમાં અનાદિકાળથી સત્ત્વનો ઉત્કર્ષ :
અહીં પ્રશ્ન થાય કે, અનાદિકાળથી ઈશ્વરમાં સત્ત્વનો ઉત્કર્ષ વર્તે છે તેમ સ્વીકારવામાં પ્રમાણ શું ? તેમાં યુક્તિ આપે છે –
સંસારી જીવોનો પ્રકૃતિ સાથે સંયોગ છે અને સાધના કરીને તેઓ મુક્ત થાય છે ત્યારે પ્રકૃતિનો વિયોગ થાય છે તે સંયોગ અને વિયોગ ઈશ્વરની ઇચ્છા વગર થઈ શકે નહિ માટે અનાદિથી પુરુષોની સાથે પ્રકૃતિનો સંયોગ થાય છે અને પ્રકૃતિનો વિયોગ થાય છે તે કરવા માટે ઈશ્વરમાં કેવા પ્રકારનો અનાદિનો સત્ત્વનો ઉત્કર્ષ માનવો આવશ્યક છે. ઈશ્વરમાં કેવલ ઉત્કર્ષવાળો સાત્ત્વિક પરિણામ અનાદિ સંબંધથી ભોગ્યપણારૂપે રહેલો હોવાથી અન્ય જીવો કરતાં ઈશ્વરની વિલક્ષણતા :
અન્ય જીવો કરતાં ઈશ્વર વિલક્ષણ કેમ છે ? તે સ્પષ્ટ કરે છે –
સંસારી જીવોનું ચિત્ત સુખ, દુઃખ અને મહાત્મક પરિણામોથી પરિણત હોય છે વળી ધર્મ અને પ્રકાશરૂપ નિર્મળ સાત્ત્વિક પરિણામમાં તે ચિત્ત પ્રતિસંક્રાંત થાય છે અને ચિછાયા પુરુષની છાયા, તેમાં સંક્રાંત થાય ત્યારે તે ચિત્ત સંવેદ્ય બને છે અને ઈશ્વરને એ રીતે ચિત્ત સંવેદ્ય બનતું નથી; કેમ કે ઈશ્વરને કેવલ ઉત્કર્ષવાળો સાત્ત્વિક પરિણામ અનાદિ સંબંધપણાથી ભોગ્યપણારૂપે રહેલો છે, આથી જ અન્ય જીવો કરતાં ઈશ્વર વિલક્ષણ છે. ઈશ્વર હંમેશા ક્લેશાદિ રહિત હોવાથી મુક્ત આત્મા કરતાં ઈશ્વરની વિલક્ષણતા :
વળી મુક્ત થયેલા જીવો કરતાં પણ ઈશ્વર વિલક્ષણ છે તે બતાવે છે –
સંસારી જીવો શાસ્ત્રોક્ત ઉપાયોને સેવીને ક્લેશ, કર્મ, વિપાક અને આશયનું નિવર્તન કરીને મુક્ત બને છે, પરંતુ અનાદિથી ક્લેશાદિના સંયોગ વગરના નથી. જયારે ઈશ્વર તો સદા જ ક્લેશાદિ ભાવો વગરના છે માટે ઈશ્વરનું મુક્તાત્મતુલ્યપણું નથી અર્થાત્ ઈશ્વર મુક્તાત્મા તુલ્ય નથી.