________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર-૨૨
- પપ જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર મૃદુસંવેગ, મધ્યસંવેગ અને તીવ્રસંગનું સ્પષ્ટીકરણ :
જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર સમ્યગ્દષ્ટિ જીવોને તીવ્રસંગ હોવાથી તેમની સંસારની પ્રવૃત્તિ સંવેગસારા હોવાથી સકંપપાપપ્રવૃત્તિ છે.
વળી યોગની દષ્ટિઓની અપેક્ષાએ વિચારીએ તો યોગની પ્રથમ બે દષ્ટિમાં મંદ બોધ હોય છે તેથી પ્રથમની બે દષ્ટિમાં મૃદુસંવેગ છે તેમ કહી શકાય, ત્રીજી અને ચોથી દષ્ટિમાં યોગમાર્ગમાં ગમન છે, તેથી ત્રીજી અને ચોથી દષ્ટિમાં મધ્યમસંવેગ છે તેમ કહી શકાય અને સમ્યગ્દષ્ટિ જીવોને તત્ત્વનો સ્પષ્ટ બોધ હોવાથી તીવ્રસંગ છે તેમ કહી શકાય.
સંવેગને આશ્રયીને જેમ મૃદુ, મધ્ય અને તીવ્ર ભેદ બતાવ્યા તેમ તે સંવેગવાળા જીવો યોગમાર્ગની પ્રવૃત્તિ કરે છે ત્યારે આત્મામાં યોગનિષ્પત્તિને અનુકૂળ જે ઉપાયો સેવે છે તે ઉપાયોના સેવનમાં પણ મૃદુ, મધ્ય અને અધિમાત્રરૂપ ત્રણ ત્રણ ભેદો પ્રાપ્ત થાય છે. તે આ રીતે –
(૧) મૃદુસંવેગપૂર્વક મૃદુઉપાયનું સેવન કેટલાક મૃદુસંવેગવાળા જીવો યોગમાર્ગવિષયક પ્રવૃત્તિ અલ્પ કરનારા હોય છે અને ક્યારેક જ તેઓ યોગમાર્ગની પ્રવૃત્તિ કરે છે, પ્રધાનરૂપે સંસારની પ્રવૃત્તિ કરે છે તેઓ મૃદુઉપાયને સેવનારા છે.
(૨) મૃદુસંવેગપૂર્વક મધ્યઉપાયનું સેવન : કેટલાંક મૃદુસંવેગવાળા જીવો જીવનમાં પ્રધાનરૂપે યોગમાર્ગની પ્રવૃત્તિ કરનારા હોય છે, આમ છતાં પ્રસંગે સંસારની પણ પ્રવૃત્તિ કરનારા હોય છે તેઓ મધ્યમઉપાયને સેવનારા છે.
(૩) મૃદુસંવેગપૂર્વક તીવ્રઉપાયનું સેવન કેટલાક મૃદુસંવેગવાળા જીવો સર્વશક્તિથી યોગમાર્ગ ઉપાયોને સેવનારા હોય છે, તેથી અધિમાત્રામાં તે ઉપાયોને સેવનારા છે.
જેમ-જૈનદર્શનની પ્રક્રિયા મુજબ યોગની પહેલી, બીજી દષ્ટિને પામેલા કેટલાક જીવો સર્વવિરતિને ગ્રહણ કરીને સતત સદનુષ્ઠાનની ઉચિત ક્રિયાઓમાં રત રહે છે, તેઓ મંદસંવેગવાળા હોવા છતાં તીવ્રઉપાયને સેવનારા હોય છે.
(૪) મધ્યસંવેગપૂર્વક મૃદુઉપાયનું સેવન કેટલાક જીવોને મૃદુસંવેગવાળા જીવો કરતાં યોગમાર્ગ વિષયક વિવેકચક્ષુ અધિક ખુલેલી છે, તેથી તેઓને પરિણામને સ્પર્શે તેવી ક્રિયા પ્રત્યેનો બદ્ધરાગ છે તેઓ મધ્યમસંવેગવાળા છે, આમ છતાં તેઓ યોગમાર્ગના ઉપાયોનું અલ્પસેવન કરે છે; કેમ કે પ્રમાદ આપાદક કર્મોનું પ્રાચુર્ય તેમનામાં વર્તે છે, તો પણ તેઓ જે જે યોગમાર્ગની પ્રવૃત્તિ કરે છેતે કાંઈક પરિણામને સ્પર્શે તે પ્રકારના વિવેકપૂર્વક કરે છે, તેઓ મધ્યમસંવેગવાળા મૃદુઉપાયને સેવનારા છે.
(૫) મધ્યસંવેગપૂર્વક મધ્યઉપાયનું સેવન કેટલાક મધ્યમસંવેગવાળા જીવો પ્રધાનરૂપે યોગમાર્ગની પ્રવૃત્તિ કરે છે, આમ છતાં તેમનું ચિત્ત હજુ સંસારની પ્રવૃત્તિમાંથી વિરામ પામ્યું નથી, કેમ કે તેઓના પ્રમાદ આપાદક કર્મ કાંઈક બલવાન છે, આવા જીવો યોગમાર્ગની જે કાંઈ પ્રવૃત્તિ કરે છે તે સર્વ