________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૨ પ્રવૃત્તિ પ્રધાનરૂપે પરિણામને સામે રાખીને કરે છે; કેમ કે મધ્યમસંગને કારણે તેમને વિવેક પ્રગટેલો છે, આવા જીવો મધ્યમસંવેગવાળી મધ્યમઉપાયને સેવનારા છે.
(૬) મધ્યસંવેગપૂર્વક તીવ્રઉપાયનું સેવન કેટલાક મધ્યમસંવેગવાળા જીવો સર્વશક્તિના પ્રકર્ષથી યોગમાર્ગના ઉપાયોને સેવનારા હોય છે, તેઓ મધ્યમસંવેગવાળા તીવ્રઉપાયને સેવનારા છે.
(૭) તીવ્રસંવેગપૂર્વક મૃદુઉપાયનું સેવન કેટલાક જીવો તીવ્ર સંવેગવાળા છે, તેથી સતત સંવેગના પરિણામપૂર્વક સંસારની કે યોગમાર્ગની પ્રવૃત્તિ કરે છે. તેમના વિવેકચક્ષુ અત્યંત સ્પષ્ટ ખુલેલા છે. તેથી તેમનામાં વર્તતો સંવેગનો પરિણામ કોઈ પણ પ્રવૃત્તિમાં હણાતો નથી, આમ છતાં તેવા પણ જીવોમાં યોગમાર્ગની પ્રવૃત્તિમાં પ્રમાદ આપાદક કર્મો બલવાન હોય તો યોગમાર્ગની પ્રવૃત્તિ અલ્પમાત્રામાં થાય છે, તેઓ તીવ્રસંગવાળા મૃદુઉપાયને સેવનારા છે.
જેમ-જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર અવિરતસમ્યગ્દષ્ટિ જીવો ભગવદ્ભક્તિ વગેરે અલ્પ અનુષ્ઠાનોનું સેવન કરે છે, તેઓ તીવ્રસંવેગપૂર્વક મૃદુઉપાયને સેવનારા છે.
(૮) તીવ્રસંવેગપૂર્વક મધ્યઉપાયનું સેવન ઃ કેટલાક જીવો તીવ્રસંગવાળા છે, તેઓ પ્રધાનરૂપે યોગમાર્ગના ઉપાયોને સેવે છે, આમ છતાં પ્રસંગે પ્રસંગે સંસારની પ્રવૃત્તિ પણ કરે છે; કેમ કે તેમના પ્રમાદ આપાદક કર્મ કાંઈક બલવાન છે. આવા જીવોમાં વર્તતો સંવેગનો પરિણામ સર્વ પ્રવૃત્તિમાં અસ્મલિત વર્તતો હોવા છતાં સંસારની પ્રવૃત્તિ કરે છે ત્યારે તીવ્રસંગને કારણે તે સંસારની પ્રવૃત્તિ શિથિલમૂળવાળી બને છે અને યોગમાર્ગની પ્રવૃત્તિ કરે છે તે તીવ્રસંગને કારણે અત્યંત વિવેકવાળી હોય છે, તેથી ગુણસ્થાનકની વૃદ્ધિને અનુકૂળ પ્રયત્નથી સંવલિત ક્રિયાઓ થાય છે તેવા જીવો તીવ્રસંવેગપૂર્વક મધ્યમઉપાયને સેવનારા છે.
જેમ-જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર ઉત્તરોત્તર દેશવિરતિને માટે ઉદ્યમ કરનારા વિવેકસંપન્ન સમ્યગ્દષ્ટિ જીવોને તીવ્રસંગ હોય છે અને મધ્યમઉપાયનું સેવન છે.
(૯) તીવ્રસંવેગપૂર્વક તીવ્રઉપાયનું સેવન : કેટલાક જીવોમાં તીવ્રસંગ વર્તતો હોય છે, તેથી તત્ત્વને જોવાની નિર્મળપ્રજ્ઞા અસ્મલિત હોય છે અને શક્તિના પ્રકર્ષથી યોગમાર્ગને તેઓ સેવનારા હોય છે, તેઓમાં પ્રતિદિન અખ્ખલિત યોગમાર્ગની પ્રવૃત્તિ તીવ્રસંવેગથી નિયંત્રિત હોવાના કારણે ઉત્તરોત્તર ગુણસ્થાનકની વૃદ્ધિ કરીને સંસારના ઉચ્છેદનું અત્યંત કારણ બને છે, તેવા જીવો તીવ્રસંવેગપૂર્વક તીવ્રઉપાયને સેવનારા છે.
જેમ-જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર સંયમમાં અત્યંત અપ્રમાદી એવા ચારિત્રસંપન્ન યોગીઓ તીવ્રસંગથી અત્યંત જિનવચનથી નિયંત્રિત સર્વક્રિયાઓ કરે છે તેમનામાં તીવ્રસંગ છે અને અધિમાત્રનું–તીવ્રઉપાયનું, સેવન છે.