________________
૬૧
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૪
જે પ્રમાણે-યોદ્ધાગત યોદ્ધામાં રહેલા, જ્ય અને પરાજય સ્વામીના કહેવાય છે.
વળી આમને=ઈશ્વરને, ત્રણેય પણ કાળમાં તેવા પ્રકારનો પણ ચિત્તગત ક્લેશો થાય તેવા પ્રકારનો પણ, ક્લેશાદિનો પરામર્શ-સ્પર્શ, નથી, આથી વિલક્ષણ જ તે ભગવાન ઈશ્વર છે અને તેમનું ઈશ્વરનું, તેવા પ્રકારનું ઐશ્વર્ય છે અર્થાત્ પરતંત્રતાનો અભાવ હોવાને કારણે અણિમાદિ લબ્ધિરૂપ અપ્રતિઘ ઐશ્વર્ય છે; કેમ કે અનાદિથી સત્ત્વનો ઉત્કર્ષ છે અર્થાત્ ઈશ્વરના ચિત્તમાં સત્ત્વનો ઉત્કર્ષ છે.
ઈશ્વરમાં સત્ત્વનો ઉત્કર્ષ કેમ છે ? તેથી કહે છે –
એમને ઈશ્વરને, પ્રકૃષ્ટ જ્ઞાન હોવાથી જ સત્ત્વનો ઉત્કર્ષ છે. આ જ્ઞાન અને ઐશ્વર્યનું ઇતરેતર આશ્રયપણું નથી; કેમ કે પરસ્પર અનપેક્ષપણું છે.
તે ...... ફૅશ્વર:, તે બંનેeતે જ્ઞાન અને ઐશ્વર્ય બંને, ઈશ્વરના સત્ત્વમાં અનાદિભૂત-અનાદિકાળથી, રહેલા છે. તે કારણથી તેવા પ્રકારના સત્ત્વની સાથે અર્થાત્ અનાદિ જ્ઞાન અને ઐશ્વર્ય પોતાનામાં વર્તે છે તેવા પ્રકારના સત્ત્વની સાથે, તેમનો=ઈશ્વરનો, અનાદિ જ સંબંધ છે.
અહીં પ્રશ્ન થાય કે, તેવા પ્રકારના સત્ત્વની સાથે ઈશ્વરનો અનાદિનો સંબંધ છે કે સાદિ સંબંધ છે કે કેમ નક્કી થાય ? તેમાં હતું કહે છે –
ઈશ્વરની ઇચ્છાના વ્યતિરેકથી ઇચ્છાના અભાવથી પ્રકૃતિ અને પુરુષના સંયોગની અને વિયોગની અનુ૫પત્તિ અસંગતિ છે. (તેથી સંસારી જીવોનો પ્રકૃતિ સાથેનો સંયોગ અને પ્રકૃતિ સાથેનો વિયોગ કરવામાં ઈશ્વરની ઇચ્છાને કારણે માનવું હોય તો તે કાર્ય કરવા માટે ઈશ્વરમાં તે કાર્યને અનુકૂળ જ્ઞાન અને ઐશ્વર્ય છે તેમ માનવું પડે અને તે અનાદિના હોય તો જ અનાદિકાળથી સંસારી જીવોને પ્રકૃતિ સાથેનો સંયોગ અને પ્રકૃતિનો વિયોગ થાય છે તે સંગત થાય.)
અન્ય સંસારી જીવો કરતાં ઈશ્વરનો ભેદ છે તે સ્પષ્ટ કરતાં કહે છે –
જે પ્રમાણે ઈતરજીવોનો સુખ-દુ:ખ મોહાત્મકપણાથી, પરિણત ચિત્ત, ધર્મ અને અનુપ્રખ્યા સ્વરૂપ પ્રકાશ અર્થાત્ જ્ઞાનસ્વરૂપ નિર્મળ સાત્ત્વિકમાં પ્રતિસંક્રાંત થયેલું ચિછાયાસંક્રમ થયે છતે સંવેદ્ય થાય છે અર્થાત્ સંસારી જીવોને સુખ-દુ:ખ-મોહાત્મકપણાથી પરિણત ચિત્ત સંવેદ્ય થાય છે, એ રીતે ઈશ્વરનું ચિત્ત સંવેદ્ય થતું નથી અર્થાત્ સંક્રમ પામતું નથી, તેમને=ઈશ્વરને, કેવલ સાત્ત્વિક પરિણામ ઉત્કર્ષવાળો અનાદિસંબંધથી ભોગ્યપણારૂપે વ્યવસ્થિત છે, આથી પુરુષાન્તરવિલક્ષણપણાથી અન્યજીવો કરતા વિલક્ષણપણાથી, તે જ ઈશ્વર છે.
પુ ત્પના ... એશ્વર્યસ્થ | વળી ક્લેશાદિનો યોગ તે તે શાસ્ત્રોક્ત ઉપાયોથી મુક્ત આત્માઓનો નિવર્તન કરાયો છે. આમને ઈશ્વરને વળી સદા જ તથાવિધપણું હોવાથી મુક્તાત્મતુલ્યપણું નથી અને ઈશ્વરનું અનેકપણું નથી; કેમ કે તેઓનું ઈશ્વરનું, તુલ્યપણું હોતે છતે ભિનઅભિપ્રાયપણાથી કાર્યની જ અનુપપત્તિઅસંગતિ, છે.