________________
૫૯
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૩-૨૪
અહીં પ્રશ્ન થાય કે, કઈ રીતે સર્વક્રિયાઓનું ઈશ્વરને અર્પણ થઈ શકે ? તેથી કહે છે – યોગી જે કાંઈ યોગવિયક અનુષ્ઠાનો સેવે છે, તેના ફળરૂપે વિષયસુખાદિની ઇચ્છા કરતાં નથી પરંતુ પોતાની તે સર્વકિયાઓ પરમગુરુ એવા ઈશ્વરને અર્પણ કરે છે તે ઈશ્વરની વિશેષ ઉપાસના છે. આ પ્રકારે વિશેષ ઉપાસનારૂપ ઈશ્વરનું પ્રણિધાન સંપ્રજ્ઞાતસમાધિ અને તેના ફળરૂપ અસંપ્રજ્ઞાતસમાધિના લાભનો પ્રકૃષ્ટ શ્રેષ્ઠ, ઉપાય છે. જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર ઈશ્વરપ્રણિધાનની વિચારણા :
જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે વિચારીએ તો જે સાધક મહાત્માઓ સર્વક્રિયાઓ વીતરાગના વચનના સ્મરણપૂર્વક વીતરાગના વચનથી નિયંત્રિત થઈને જે તાત્પર્યથી જે ક્રિયાઓ કરવાની ભગવાનની આજ્ઞા છે તે તાત્પર્યમાં બદ્ધચિત્તવાળા થઈને યત્ન કરે છે, તેઓને તે ક્રિયાઓમાં વિષયસુખાદિ ફળની ઇચ્છા નથી, પરંતુ વીતરાગના વચનોને સેવીને એકમાત્ર વીતરાગ થવાની આકાંક્ષા છે, એટલું જ નહિ પણ જે સાધક મહાત્માઓ વીતરાગભાવને અનુકૂળ એવી અસંગશક્તિ ઉલ્લસિત થાય તે રીતે ક્રિયાઓને સેવે છે તે સર્વક્રિયાઓ ઈશ્વરના પ્રણિધાનવાળી છે; કેમ કે વીતરાગતુલ્ય થવાનો દઢ યત્ન છે જે ઈશ્વરપ્રણિધાન સંપ્રજ્ઞાતસમાધિના લાભનું પ્રબળ કારણ છે અને સંપ્રજ્ઞાતસમાધિના ફળરૂપ કેવલજ્ઞાનનું પ્રબળ કારણ છે. ll૧-૨૩ અવતરણિકા : __ईश्वरस्य प्रणिधानात् समाधिलाभ इत्युक्तं, तत्रेश्वरस्य स्वरूपं प्रमाणं प्रभावं वाचकमुपासनाक्रमं तत्फलञ्च क्रमेण वक्तुमाह - અવતરણિકાર્ય :
સૂત્ર ૧-૨૩માં કહ્યું કે, ઈશ્વરના પ્રણિધાનથી સમાધિનો લાભ થાય છે. ત્યાં ઈશ્વરપ્રણિધાનમાં કહેલ, ઈશ્વરનું સ્વરૂપ, ઈશ્વરને સ્વીકારવામાં પ્રમાણ, ઈશ્વરનો પ્રભાવ, ઈશ્વરનું વાચક એવું બીજ, ઈશ્વરની ઉપાસનાનો ક્રમ અને તેનું ફળ=ઈશ્વરની ઉપાસનાનું ફળ, ક્રમપૂર્વક કહેવા માટે સૂત્ર ૧-૨૪ થી ૧-૨૯ સુધી બતાવે છે – સૂત્ર:
क्लेशकर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः ॥१-२४॥ સૂત્રાર્થ :
કલેશ, કર્મ, વિપાક-કર્મનો વિપાક અને આશયથી ચાપરાકૃષ્ટ ત્રણે ડાળમાં નહિ પશયેલા જોવા પુરુષવિશેષ ઈશ્વર છે. ll૧-૨૪ll