________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર-૨૩ આદિનું સ્વરૂપ અને તેના સેવનથી થતાં યોગીઓના પ્રકારો બતાવ્યા. હવે તે ઉપાયોથી જુદી અન્ય સમાધિ પ્રાપ્તિના સરળ ઉપાયને પાતંજલસૂત્રકાર બતાવે છે –
સૂત્રઃ
૫૮
ફૈશ્વરપ્રણિધાનાર્ વા -૨૩૫
સૂત્રાર્થ :
અથવા ઈશ્વરના પ્રાણિધાનથી સમાધિનો લાભ થાય છે. ૧-૨૩||
ટીકા :
'ईश्वरेति' - ईश्वरो वक्ष्यमाणलक्षणः, तत्र प्रणिधानं भक्तिविशेषो विशिष्टमुपासनं सर्वक्रियाणां तत्रार्पणां विषयसुखादिकं फलमनिच्छन् सर्वाः क्रियास्तस्मिन्परमगुरावर्पयति तत्प्रणिधानं समाधेस्तत्फललाभस्य च प्रकृष्ट उपाय: ॥१-२३॥
ટીકાર્ય :
રો. . ૩૫ાય: ઈશ્વર સૂત્ર ૧-૨૪માં ક્લેવાશે તેવા સ્વરૂપવાળા છે, તેમાં=ઈશ્વરમાં, પ્રણિધાન એટલે ભક્તિવિશેષ વિશિષ્ટ ઉપાસન=સર્વ ક્રિયાઓની તેમાં=ઈશ્વરમાં, અર્પણને કરે છે, એ પ્રણિધાન છે એમ અન્વય છે.
તે પ્રણિધાન સ્પષ્ટ કરે છે
વિષય સુખાદિ ફળને નહિ ઇચ્છતા એવા યોગી સર્વ ક્રિયાઓને અર્થાત્ પોતે જે કોઈ પણ યોગમાર્ગના અનુષ્ઠાનો સેવે છે તે સર્વ ક્રિયાઓને, પરમગુરુ એવા તેમાં=ઈશ્વરમાં, અર્પણ કરે છે, તે પ્રણિધાન સમાધિનો અને તેના ફળલાભનો=સમાધિની ફળપ્રાપ્તિનો, પ્રકૃષ્ટ ઉપાય છે. II૧-૨૩॥ ભાવાર્થ:
પાતંજલમતાનુસાર ઈશ્વરના પ્રણિધાનથી સમાધિની પ્રાપ્તિ અને ઈશ્વર પ્રણિધાનનું સ્વરૂપ : પાતંજલમતાનુસાર ઈશ્વરના પ્રણિધાનથી સમાધિનો લાભ થાય છે. ઈશ્વર પ્રણિધાનનો અર્થ સ્પષ્ટ કરતાં રાજમાર્તંડ ટીકાકાર કહે છે
ઈશ્વરમાં ભક્તિવિશેષ છે તે ઈશ્વરમાં પ્રણિધાન છે.
અહીં પ્રશ્ન થાય કે, ઈશ્વરમાં ભક્તિવિશેષ શું છે ? તેથી કહે છે
વિશેષ પ્રકારનું ઈશ્વરનું ઉપાસન એ ઈશ્વરમાં ભક્તિવિશેષ છે.
-
અહીં પ્રશ્ન થાય કે, કઈ રીતે વિશેષ પ્રકારે ઈશ્વરનું ઉપાસન થઈ શકે ? તેથી કહે છે
યોગી જે કાંઈ યોગમાર્ગની ક્રિયાઓ કરે છે તે સર્વક્રિયાઓ ઈશ્વરને અર્પણ કરે છે તે ઈશ્વરનું વિશેષ ઉપાસન છે.