________________
પ૪
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૨ મધ્યઉપાયનું સેવન મૃદુસંવેગ, મધ્યસંવેગ અને તીવ્રસંવેગ એમ ત્રણ ભેદો થાય છે.
અધિમાત્ર ઉપાયનું સેવન મૃદુસંવેગ, મધ્યસંવેગ અને તીવ્રસંગે એમ ત્રણ ભેદો થાય છે. આ રીતે કુલ નવ ભેદો બતાવ્યા.
આ પ્રકારે નવ ભેદો બનાવ્યા પછી હવે યોગીએ શું કરવું જોઈએ તે કહે છે –
ધમત્રોપાવે એવોપદેશ: આ અધિમાત્ર ઉપાયમાં અને તીવ્રસંગમાં મહાન યત્ન કરવો જોઈએ એ પ્રકારે ભેદોથી નવ ભેદોના વર્ણનથી, ઉપદેશ છે. ll૧-૨૨ી.
ભાવાર્થ :
યોગીમાં વર્તતા મૃદુસંવેગ, મધ્યસંવેગ અને તીવ્રસંવેગથી થતા મૃદુઉપાય, મધ્યઉપાય અને તીવ્રઉપાયના ભેદોથી નવ પ્રકારના યોગીનું સ્વરૂપ :
કોઈ યોગીને સંસારથી વિમુખભાવ થયો હોય છે અને મોક્ષની બલવાની ઇચ્છા થઈ હોય છે. તેથી તેવા યોગીઓ મોક્ષને અનુકૂળ એવી ક્રિયાનું સેવન કરતા હોય છે અને તેવા યોગી સંપ્રજ્ઞાતસમાધિનાં ઉપાયોમાં યત્ન કરે છે ત્યારે સંવેગપૂર્વક સંપ્રજ્ઞાતસમાધિની પ્રાપ્તિના ઉપાયોમાં યત્ન વર્તતો હોવાથી તે યોગી પોતાના સેવાયેલા ઉપાયોને અનુસાર સંપ્રજ્ઞાતસમાધિને પ્રાપ્ત કરીને ઉત્તરોત્તરની સંપ્રજ્ઞાતસમાધિને પ્રાપ્ત કરે છે અને અંતે અસંપ્રજ્ઞાતસમાધિને પ્રાપ્ત કરે છે. તેવા યોગીઓના કુલ નવ ભેદો પ્રાપ્ત થાય છે. તે નવ ભેદો મૃદુસંવેગ, મધ્યસંવેગ અને તીવ્રસંગની સાથે મૃદુઉપાયના સેવનથી, મધ્યઉપાયના સેવનથી અને તીવ્રઉપાયના સેવનથી થાય છે. મૃદુસંવેગનું સ્વરૂપ :
મૂદુસંવેગ એટલે સંસારના સ્વરૂપના પર્યાલોચનથી યોગમાર્ગને સેવવાનો અભિલાષ થયો હોય, આમ છતાં તે અભિલાષ ઉત્કૃષ્ટ કક્ષાનો ન હોય, તેથી નિમિત્તને પામીને ઉલ્લસિત થયેલો હોય ત્યારે તે પરિણામ મંદમાત્રામાં હોય છે તે મૃદુસંવેગ છે. મધ્યસંવેગનું સ્વરૂપ :
મધ્યસંવેગ એટલે સંસારના સ્વરૂપના પર્યાલોચનથી મોક્ષના ઉપાયને સેવવા માટે થયેલો અભિલાષ કાંઈક વ્યક્ત હોય છે, તેથી વારંવાર તે અભિલાષ ઉલ્લસિત થયા કરે છે તો પણ તે અભિલાષ તીવ્રકક્ષાનો નહીં હોવાથી અસ્મલિતપ્રવાહરૂપ વર્તતો નથી તે મધ્યમસંવેગ છે. તીવસંવેગનું સ્વરૂપ :
તીવ્રસંગ એટલે સંસારથી વિમુખભાવ થયેલો છે તેથી મોક્ષને અનુકૂળ યત્ન કરવાનો અભિલાષ થયેલો છે અને તે અભિલાષ તીવ્ર હોવાથી અસ્મલિત રીતે તે પ્રકારના પરિણામનો પ્રવાહ દરેક ક્રિયાકાળમાં વર્તે છે, આથી જ તીવ્રસંવેગવાળા જીવો સંસારની પ્રવૃત્તિ કરતાં હોય ત્યારે પણ સંવેગનો પરિણામ જીવંત હોવાથી તેમની સંસારની પ્રવૃત્તિ સંવેગ સારા બને છે.