________________
૫૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૧
સૂત્ર :
તીવ્રસંશનામ સન્ન: I?-૨
સૂત્રાર્થ :
તીવસંવેગવાળા એવા યોગીઓને સમાધિભાવ આસન્ન છે. II૧-૨૧ ટીકા? ___ 'तीव्र'-समाधिलाभ इति शेषः, संवेगः क्रियाहेतुर्दढतरः संस्कारः, स तीव्रो येषामधिमात्रोपायानां तेषामासन्नः समाधिलाभ, समाधिफलं चाऽऽसन्नं भवति शीघ्रमेव સમ્પત રૂત્યર્થ: ૨-૨ા. ટીકાર્ય :
સમાધિનામ ... શેષ:, સૂત્રમાં “સમાધનામ:' આ પ્રમાણે શેષ અધ્યાહાર છે, તેથી તીવ્ર સંવેગવાળા એવા યોગીઓને સમાધિલાભ આસન છે એ પ્રમાણે અન્વય છે.
તીવ્રસંગપદમાં રહેલા સંવેગનો અર્થ કહે છે –
સંવેT: .... ત્યર્થ: II ક્રિયાનો હેતુ યોગમાર્ગવિષયક સમ્યક્ ક્રિયાનો હેતુ એવો દેઢતર સંસ્કાર સંવેગ છે, તે સંવેગ, તીવ્ર છે જેઓને એવા અધિમાત્ર ઉપાયવાળા તેઓને યોગીઓને, સમાધિલાભ આસન છે અર્થાત્ જે યોગીઓને તીવ્ર સંવેગ છે અને સમાધિના ઉપાયોનું અત્યંત સેવન કરે છે તેવા યોગીઓને સમાધિનો લાભ શીઘ થાય છે, અને સમાધિનું ફળ આસન થાય છે શીઘ જ સમાધિનું ફળ પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે અર્થ જાણવો. ll૧-૨૧||
ભાવાર્થ :
તીવસંવેગવાળા યોગીઓને સંપ્રજ્ઞાતસમાધિના ફળરૂપ અસંપ્રજ્ઞાતસમાધિની શીધ્ર પ્રાપ્તિનું કથનઃ
જે યોગીઓને તીવ્ર સંવેગ વર્તે છે તેમનામાં યોગમાર્ગની ક્રિયાઓ સમ્યગુ નિષ્પન્ન કરવાને અનુકૂળ દઢ યત્ન થઈ શકે તેવા પ્રકારનો પરિણામ વર્તે છે, તે પરિણામ સંવેગ છે.
આવા સંવેગવાળા યોગીઓ સૂત્ર ૧-૨૦માં બતાવેલા સમાધિના શ્રદ્ધાદિ ઉપાયોને અતિશયથી સેવતા હોય ત્યારે તેમનામાં વર્તતા તીવ્ર સંવેગને કારણે અને શક્તિના પ્રકર્ષથી યોગમાર્ગના ઉપાયના સેવનને કારણે સમાધિની પ્રાપ્તિ થાય છે=સંપ્રજ્ઞાતસમાધિની પ્રાપ્તિ થાય છે અને તે સંપ્રજ્ઞાતસમાધિ ઉત્તરોત્તર વૃદ્ધિને પામી અસંપ્રજ્ઞાતસમાધિનું કારણ બને છે, તેથી તેમને સંપ્રજ્ઞાતસમાધિના ફળરૂપ અસંપ્રજ્ઞાતસમાધિની પ્રાપ્તિ આસન્ન શીધ્ર, થાય છે. I૧-૨વા