________________
૫૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૦
અવતરણિકા:
तदन्येषां तु - અવતરણિતાર્થ :
સૂત્ર ૧-૧૭માં સંપ્રજ્ઞાતસમાધિનું વર્ણન ક્યું, ત્યારપછી વિદેહ અને પ્રકૃતિલય યોગીઓને ભવપ્રત્યય સમાધિ છે. તે સૂત્ર ૧-૧૯માં કહો. હવે તે સિવાયના મોક્ષ માટે ઉદ્યમ કરતાં યોગીઓને ઉપાય પ્રત્યય સમાધિ છે તે બતાવે છે અને તે ઉપાયો કયા છે તે બતાવે છે – સૂત્ર :
श्रद्धावीर्यस्मृतिसमाधिप्रज्ञापूर्वक इतरेषाम् ॥१-२०॥ સૂત્રાર્થ :
શ્રદ્ધા, વીર્ય, મૃતિ, સમાધિ અને પ્રજ્ઞાપૂર્વક ઇતરોને વિદેહ અને પ્રકૃતલિયથી ઇતયોગીઓને, સંપ્રજ્ઞાતસમાધિ હોય છે. ll૧-૨૦II ટીકા:
'श्रद्धेति'-विदेहप्रकृतिलयव्यतिरिक्तानां योगिनां श्रद्धादिपूर्वकः श्रद्धादयः पूर्व उपाया यस्य स श्रद्धादिपूर्वकः, ते च श्रद्धादयः क्रमादुपायोपेयभावेन प्रवर्तमानाः सम्प्रज्ञातसमाधेरूपायतां प्रतिपद्यन्ते, तत्र श्रद्धा योगविषये चेतसः प्रसादः, वीर्यमुत्साहः, स्मृतिरनुभूतासम्प्रमोषः, समाधिरेकाग्रता, प्रज्ञा प्रज्ञातव्यविवेकः, तत्र श्रद्धावतो वीर्यं जायतेयोगविषय उत्साहवान् भवति, सोत्साहस्य च पाश्चात्त्यासु भूमिषु स्मृतिरुत्पद्यते, तत्स्मरणाच्च चेतः समाधीयते, समाहितचित्तश्च भाव्यं सम्यग्विवेकेन जानाति, त एते सम्प्रज्ञातसमाधेरुपायाः, तस्याभ्यासात् पराच्च वैराग्याद्भवत्यसम्प्रज्ञातः ॥१-२०॥ ટીકાર્થ :
વિપ્રકૃતિત્રય ૩ પ્રાત: વિદેહ અને પ્રકૃતિલયથી વ્યતિરિક્ત ભિન્ન એવા યોગીઓને, શ્રદ્ધાદિપૂર્વક આ સમાધિ થાય છે એમ અન્વય છે અને તે સ્પષ્ટ કરે છે – શ્રદ્ધાદિ પૂર્વમાં ઉપાયો છે જેને તે શ્રદ્ધાદિપૂર્વક, અને તે શ્રદ્ધાદિ ક્રમથી ઉપાય-ઉપેયભાવથી પ્રવર્તમાન-પ્રવર્તી રહેલા સંપ્રજ્ઞાતસમાધિની ઉપાયતાને પ્રાપ્ત કરે છે.
ત્યાં શ્રદ્ધાદિ પાંચમાં, શ્રદ્ધા યોગવિષયમાં ચિત્તનો પ્રસાદ છે યોગવિષયક ચિત્તની રૂચિ છે, વીર્ય ઉત્સાહ છે-રુચિ અનુસાર ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ છે, સ્મૃતિ અનુભવાયેલાનો અસંપ્રમોષ ઉત્સાહપૂર્વક કરાયેલી પ્રવૃત્તિથી જ જાતના ભાવોનો અનુભવ થયેલો છે તેની ઉપસ્થિતિ છે, સમાધિ એકાગ્રતા છે ઉત્સાહપૂર્વક કરાતી યોગમાર્ગની પ્રવૃત્તિવિષયક બદ્ધચિત્તતા છે. પ્રજ્ઞા પ્રજ્ઞાતવ્યનો વિવેક છે યોગમાર્ગની પ્રવૃત્તિથી ભાવ્ય એવા પદાર્થનો સુક્ષ્મ બોધ છે.