________________
પાતંજલયોગસુત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૧૯ | સૂત્ર ૧૯ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
૪૯
ભાવાર્થ :
વિદેહ અને પ્રકૃતિલય જીવોને ભવપ્રત્યયસમાધિ :
સૂત્ર ૧-૧૭માં સંપ્રજ્ઞાતસમાધિનું સ્વરૂપ બતાવ્યું અને તેમાં રાજમાર્તડકારે કહ્યું કે, કેટલાક યોગીઓ સાનંદસમાધિમાં હોય છે, તેમને દેહનો અહંકાર હોતો નથી, તેથી તેઓ ‘વિદેહ કહેવાય છે, અને કેટલાક યોગીઓ સાસ્મિતસમાધિમાં હોય છે તેઓ પ્રકૃતિમાં લય પામેલા હોય છે, તેથી પ્રકૃતિલય કહેવાય છે.
આ વિદેહ અને પ્રકૃતિલય જીવોને સમાધિ ભવપ્રત્યય છે તેઓને સમાધિમાં ભવ-સંસાર કારણ છે અને જે સમાધિનું કારણ ભવ છે તે ભવપ્રત્યયસમાધિ કહેવાય છે અને ભવપ્રત્યય જેમને સમાધિ છે તેમને પરતત્ત્વના દર્શનનો યોગ નથી માટે તેઓની સમાધિ યોગભાસ છે અને તેવી સમાધિ મોક્ષનું કારણ બનતી નથી. આથી મુક્તિની કામનાવાળા યોગીએ પરતત્ત્વનું જ્ઞાન અને પરતત્ત્વની ભાવનામાં મહાન યત્ન કરવો જોઈએ, તેથી યોગભાસરૂપ સમાધિ પ્રાપ્ત થાય નહીં પરંતુ મોક્ષનું કારણ બને તેવી સમાધિ પ્રાપ્ત થાય. ll૧-૧૯ll સૂત્ર-૧-૧૯ ઉપર પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની ટિપ્પણરૂપ વ્યાખ્યા : - પ્રવ્રુતં પ્રતૂયતે – પ્રકૃતિને પ્રસ્તુત કરે છેવિદેહ અને પ્રકૃતિલય જીવોને ભવપ્રત્યય સમાધિ છે તેને કહે છે. __[य.] व्याख्या-उपशान्तमोहत्वेनोक्तानां लवसप्तमानां ज्ञानयोगरूपसमाधिमधिकृत्येदं प्रवृत्तम्, एतदस्मन्मतम् ॥
અર્થ :
ઉપશાન્ત . ૩૫મતમ્ | ઉપશાંતમોહપણાથી ક્લેવાયેલા એવા લવસપ્તમોની જ્ઞાનયોગરૂપ સમાધિને આશ્રયીને આ સૂત્ર=પાતંજલયોગસૂત્ર ૧-૧૯ પ્રવૃત્ત છે. એ પ્રકારનો અમારો=જૈનદર્શનકારોનો મત છે.
ભાવાર્થ : લવસપ્તમદેવોને આશ્રયીને ભવપ્રત્યયસમાધિને કહેનારું પાતંજલયોગસૂત્ર ૧-૧૯નું કથન :
ઉપશમણિ ઉપર ચડેલા અને ઉપશમશ્રેણિમાં કાળ કરીને જે અનુત્તર દેવભવમાં જાય છે તેવા દેવોને લવસપ્તમદેવો કહેવાય છે અને તેઓ અવિરતિના ઉદયવાળા હોવા છતાં ઉપશમશ્રેણિમાં ઉપશાંતભાવવાળા હોવાથી દેવભવમાં પણ તેમને મોહનો પરિણામ અતિ ઉપશાંતભાવવાળો છે, તેથી અવિરતિના ઉદયથી પાંચેય ઇન્દ્રિયોને આલ્હાદ કરનારા વિષયોમાં પ્રવૃત્ત હોવા છતાં તેમનું ચિત્ત પ્રધાનરૂપે શ્રુતજ્ઞાનના તત્ત્વચિંતનમાં પ્રવૃત્ત છે, તેથી તેઓને જ્ઞાનયોગરૂપ સમાધિ છે અને તેવા સમાધિવાળા દેવોને આશ્રયીને ભવપ્રત્યયસમાધિને કહેનારું પાતંજલયોગસૂત્ર ૧-૧૯ છે.